મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : ખરીદી કરવા બજારમાં પતિ સાથે ન લઈ જતા ચાર દિવસથી ગુમ થયેલ મહિલાનો મૃતદેહ મળ્યો


SHARE











મોરબી : ખરીદી કરવા બજારમાં પતિ સાથે ન લઈ જતા ચાર દિવસથી ગુમ થયેલ મહિલાનો મૃતદેહ મળ્યો

મોરબી તાલુકાના કૃષ્ણનગર (કોયલી) ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની મહિલા છેલ્લા ચાર દિવસથી ગુમ હતા દરમ્યાનમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મૃતક પરણીતાનો પતિ ખરીદી કરવા માટે બજારમાં જતો હોય અને પરણીતાને સાથે જવું હતુ પરંતુ પતિએ તેણીને સાથે લઈ જવાની ના પાડી હતી જેથી છેલ્લા ચાર દિવસથી પરણીતા ગુમ હતી અને દરમિયાનમાં તેણીનો મૃતદે મળ્યો છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલ મોરબીના કૃષ્ણનગર (કોયલી) ગામે રવજીભાઈ ભીમજીભાઇ ભીમાણીની વાડીએ રહેતા અને મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકામાં આવેલ બામણીયા ફળિયું ઉંડારી ગામના વતની સેલુબેન વેસુભાઈ પાતુભાઈ માવદા નામની ૨૫ વર્ષની આદિવાસી મહિલાનો કૃષ્ણનગર ગામેથી મૃતદેહ મળી આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના બીટ વિસ્તારના જમાદાર મહેશભાઈ કહાંગરા દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ખુલ્યુ હતું કે મૃતક સેલુબેન વેસુભાઈ માવદા છેલ્લા ચાર દિવસથી ગુમ હતા અને દરમિયાનમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે.પોલીસે મૃતકના પતિ સહિતનાઓના નિવેદન નોંધતા તપાસમાં ખુલ્યુ હતું કે ચાર દિવસ પહેલા પતિ વેસુભાઇ ખરીદી કરવા માટે બજારમાં લતીપર બાજુ જતા હતા ત્યારે સેલુબેને પણ સાથે જવા માટે જીદ કરી હતી પરંતુ પતિએ તેઓને સાથે બજારમાં લઈ જવાની ના પાડી હતી જેથી કરીને લાગી આવતા સેલુબેન ચાર દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતા અને ચાર દિવસથી ગુમ હતા દરમ્યાનમાં તેઓનો મૃતદેહ મળી આવ્યો છે. શરીર ઉપર જો કે ઈજાના કોઈ નિશાન નહોતા મળ્યા પરંતુ કોઈ ઝેરી પદાર્થ પીધો હોય અને તેઓનું મોત થયુ હોય તેવા પ્રાથમિક અનુમાન સાથે હાલ તેમના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે મૃતક સેલુબેન માવદાનો લગ્નગાળો આઠ વર્ષનો હતો અને તેમને સંતાનમાં એક બાળક છે.હાલ તાલુકા પોલીસ આ અંગે આગળ તપાસ ચલાવી રહી છે.

વાહન અકસ્માત સર્જી નેપાળીનું મોત નિપજાવનાર પકડાયો

મોરબીના લીલાપર ચોકડી પાસે ડબલ સવારીમાં બાઇકમાં જતા નેપાળીના બાઈકને ડમ્પર ચાલકે હડફેટો લીધું હતું જે બનાવમાં ગંગારામભાઈ નામના નેપાળી આધેડનું મોત નિપજયુ હતું.જે અંગે તાલુકા પોલીસ મથક ખાતે ગુનો નોંધાયો હતો.તે બનાવમાં હાલમાં તપાસ દરમિયાન તાલુકા પીએસઆઇ બી.એમ.બગડા અને રાઇટર વાસુદેવભાઈ દ્વારા અકસ્માત સર્જીને નેપાળીનું મોત નીપજાવનાર ડમ્પરના ચાલક પુનાભાઈ શીવાભાઈ દારોદરા જાતે કોળી (ઉમર ૫૫) રહે.નવાગામ તાલુકો જીલ્લો મોરબીની ધરપકડ કરવામાં આવી હતી.






Latest News