મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબી-કચ્છના રેલ્વે સુવિધાના પ્રશ્નો અંગે પશ્ચિમ રેલ્વેના  જીએમ સાથે સાંસદોની બેઠકમાં વિનોદભાઈ ચાવડાએ અનેક રજૂઆતો કરી


SHARE







મોરબી-કચ્છના રેલ્વે સુવિધાના પ્રશ્નો અંગે પશ્ચિમ રેલ્વેના  જીએમ સાથે સાંસદોની બેઠકમાં વિનોદભાઈ ચાવડાએ અનેક રજૂઆતો કરી

ગુજરાતના સાંસદો સાથે પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર સાથે અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં કચ્છના સાંસદે કચ્છના રેલ્વે સંબધી પ્રશ્નો, નવી ટ્રેનો માટે માંગણી, સૌરાષ્ટ્ર સાથે રેલ્વે કનેકટીવિટી,
નવા સ્ટોપેજ સહિત મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી પ્રશ્નોના નિરાકરણ માટે ભાર પૂર્વક રજુઆતો કરી હતી.સાંસદે જણાવ્યુ હતું કે, કચ્છના ૬ તાલુકાઓમાં રેલ્વે સુવિધાઓ નથી જેમાં માંડવી, અબડાસા,લખપત, મુંન્દ્રા, નખત્રાણા, રાપર વિસ્તારમાં ટ્રેન સેવાઓ માટે સર્વે થયા છે. જેમાં જલ્દી થી ટ્રેન સેવાઓ ઉપલબ્ધ થાય માટે રેલ્વે વિભાગ ને જણાવવા માટે રજુઆત સાથે ભુજ-દિલ્હી સુપર ફાસ્ટ ટ્રેન, ભુજ-મુંબઇ પણ રાજધાની જેવી ટ્રેન, ગાંધીધામથી દક્ષિણ ભારતને જોડતી ટ્રેન સેવાઓ શરૂ કરવા, સોલ્ટ ટિંબર, સિમેન્ટ, ફર્ટીલાઈઝર, પેટ્રોલીયમ પ્રોડેકટ અને ખાણ ખનીજ રેલ્વે પરિવહન સેવાઓ વિસ્તૃત કરવા, ગ્વાલીયર-અમદાવાદ ટ્રેનને ભુજ સુંધી લંબાવવા, સાપ્તાહીક ટ્રેનો ને દૈનિક ટ્રીપો વધારવા ખાસ તો કચ્છથી હરિદ્વાર અને અન્ય ધાર્મિક સ્થાનોને જોડતી આસ્થા સર્કિટ ટ્રેનો શરૂ કરવા ભુજ-ગાંધીધામ-વડોદરા ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવા તેમજ કચ્છથી અન્ય પ્રાંતોમાં જતી ટ્રેનોને માળીયા સ્ટોપેજ આપવા માંગ કરી હતી.

તેમજ ભચાઉ, અંજાર-લાકડીયા સ્ટેશનોથી પસાર ટ્રેનોને સ્ટોપેજ આપવાની વિસ્તૃત ચર્ચા પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર તથા રેલ્વેના અધિકારી વર્ગ સાથે ચર્ચા કરી હતી.ભાવનગરથી સુરેન્દ્રનગર આવતી ટ્રેનને ભુજ સુંધી એક્સટેશન કરવા,પોરબંદર-રાજકોટ ટ્રેનને વાયા મોરબી-કચ્છ જોડવા દરભંગા ટ્રેન, વારાણસી ટ્રેન (અમદાવાદ) ને ભુજ-ગાંધીધામ સુંધી લંબાવવા માટે અને વિકાશશીલ કચ્છના વિકાસમાં સહયોગ આપવા રજુઆતો સાંસદ વિનોદભાઇ ચાવડાએ કરી હતી.૨૦૧૮ થી ભુજ-નલિયા બ્રોડગેજનું કામ બંધ હતું જે હાલે ધીમી ગતિએ શરૂ થયેલ છે.તેને જલ્દીથી પુર્ણ કરવા સબબ ભારપૂર્વક રજુઆત કરતાં પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર તરફથી રજુઆતો ને ધ્યાનમાં લઈ નિરાકરણ માટે હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા.






Latest News