મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

હળવદની જુના દેવળીયા કુમાર શાળામા રમતોત્સવ યોજાયો


SHARE







હળવદની જુના દેવળીયા કુમાર શાળામા રમતોત્સવ યોજાયો

હળવદની શ્રી જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળામા સરકારના કાર્યક્રમ ફીટ ઇન્ડિયા સ્કૂલ થીમ અંતર્ગત શાળામા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને અભ્યાસની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ માટે હંમેશા જાણીતી શ્રી જુના દેવળીયા  કુમાર પ્રાથમિક શાળાના તમામ બાળકોએ આ રમતોત્સવમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને આ રમતોત્સવમાં દરેક ધોરણ માટે બે રમતનું આયોજન કરવામાં આવેલ હતું. ત્યારે શાળા પરિવાર તરફથી બાળકો માટે નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાળા પરિવાર તરફથી વિજેતા તમામ બાળકોને ઈનામ આપીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફને શાળાના આચાર્ય સાગરભાઇ મહેતાએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે.






Latest News