મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત આજે મોરબીમાં


SHARE











આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત આજે મોરબીમાં

આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત આજે કચ્છના અંજારથી પરત જવાના છે અને તેઓ કચ્છથી રાજકોટ એરપોર્ટ તરફ બાયરોડ જવાના છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો. જયંતીભાઈ ભાડેશિયાના ઘરે ટુકું રોકાણ કરવાના છે જેથી કરીને તેઓના રૂટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

કચ્છ સૌરાષ્ટ્ર ઝોનની સંઘની ત્રણ દિવસની બેઠકનું આયોજન અંજાર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત હાજર રહ્યા હતા અને આ બેઠકમાં કચ્છ અને સૌરાષ્ટ્રના ૩૫૦ જેટલાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ત્રણ દિવસની આ બેઠકમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવતે આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરેક ગામમાં ઓછામાં ઓછી એક શાખા કાર્યરત થાય તે જોવા માટે પદાધિકારીઓને કહ્યું હતું અને આગામી વર્ષ ૨૦૨૫ માં સંઘ તેની શતાબ્દી ઉજવી રહ્યું છે તેની પણ ચર્ચા કરવામાં આવી હતી જો કે, આ બેઠક પૂરી કરીને આજે આરએસએસના સરસંઘ ચાલક મોહન ભાગવત પરત જવા માટે અંજારથી બાયરોડ રાજકોટ તરફ જવાના છે ત્યારે તેઓ મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પશ્ચિમ ક્ષેત્રના સંઘ ચાલક ડો.જયંતિભાઈ ભાડેશિયાના ઘરે બપોરે સાડા અગિયારથી બાર વાગ્યાના આરસમાં આવે તેવી શક્યતા છે અને ત્યાં ટૂંકું રોકાણ કરવાના છે અને ત્યારે તે માત્ર ડો.જયંતિભાઈ ભાડેશિયાના પરિવારને મળશે અને તેની સાથે ભોજન લેવાના છે અને ત્યાર બાદ તેઓ અહીથી રાજકોટ એરપોર્ટ જવા માટે રવાના થશે






Latest News