ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની નવજીવન વિદ્યાલયમાં વ્યસન મુક્તિ જાગૃતિ ચિત્ર સ્પર્ધા યોજાઇ


SHARE







મોરબીની નવજીવન વિદ્યાલયમાં વ્યસન મુક્તિ જાગૃતિ ચિત્ર સ્પર્ધા યોજાઇ

મોરબી તમાકુ કન્ટ્રોલ સેલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાજપર દ્વારા રવાપર ગામે આવેલી નવજીવન વિદ્યાલય શાળામાં વ્યસન અંગેની જાગૃતિ કેળવવા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વ્યસનની શારીરિક અસરો/માનસિક અસરો/ સ્ટોપ સ્મોકિંગ જેવા કલ્પનાશીલ અને માર્મિક ચિત્રોને વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા હતા. જેમાંથી શ્રેષ્ઠ ચિત્રનું સર્જન કરનારને વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે પુરસ્કાર આપવામ આવ્યો હતો અને અન્ય ૫૦ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન સ્વરૂપે પેન સહિતની સ્ટેશનરી આપવામાં આવી હતી નોંધનીય છે કે કાર્યક્રમના અંતે મેડિકલ ઓફિસર ડો. રીંકલબેન સાણંદિયાના સ્ટાફ દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને વ્યસન દ્વારા થતી શારીરિક અને આર્થિક નુકસાની વિશે માહિતી પ્રદાન કરવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટી ડી..બી. પાડલિયા, આચાર્ય કિશોરભાઈ મુંગરા અને હિરેનભાઈ બોપલિયા તથા તમામ સ્ટાફગણ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-રાજપરના સુપરવાઈઝર  દિનેશભાઈ રાંકજા, સબ સેન્ટર સ્ટાફ, CHO- ખ્યાતીબેન, અમિત ઘેલાણી, શીતલબેન, મેમુનાબેન સેરસિયા, પાર્થભાઈ શિંગાળા તથા અક્ષ્યગીરી ગોસાઈએ જહેમત ઉઠાવી હતી






Latest News