ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બે યુવાનો ઉપર છરી-ધોકા વડે હુમલો


SHARE







મોરબીના વાંકાનેર હાઇવે ઉપર બે યુવાનો ઉપર છરી-ધોકા વડે હુમલો

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ સીરામીક સીટી પાસે મોડીરાત્રીના બે યુવાનો ઉપર છરી તેમજ ધોકા વડે હુમલો કરવામાં આવતા ઈજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા દીપસિંગ જનરલસિંહ બગ્ગા (૨૪) અને વિપુલ મનીષભાઇ ડાભી (૨૪) નામના બે યુવાનો મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક આવેલ સીરામીક સિટીમાં આવ્યા હતા અને ત્યાં રાત્રિના ૧૧ વાગ્યના અરસામાં ત્યાં શાહરૂખ તેમજ અન્ય એક ઇસમ દ્વારા છરી અને ધોકા વડે માર મારીને તેમની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરે તપાસ હાથ ધરતા ખુલ્યુ હતુ કે, દીપસિંગ અને વિપુલ બંને તેમના ફઇબા ત્યાં રહેતા હોય તેમને ત્યાં આવ્યા હતા અને રાત્રિના પાન ખાવા માટે નીકળ્યા હતા ત્યારે કોઈ શાહરૂખ તથા અન્ય એક શખ્સની સાથે ઝઘડો થયા બાદ તેઓની ઉપર છરી-ધોકા વડે અને તેમની કારમાં તોડફોડ કરી હુમલો કરવામાં આવ્યો હતો જે અંગે આગળની તજવીજ ચાલુ છે.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાઈન્સનગર વિસ્તારમાં રહેતા હર્ષદ વિનોદભાઈ મકવાણા નામના ૨૪ વર્ષના યુવાનને મોરબીના વીસીપરા પાસે આવેલ આંબેડકર કોલોનીમાં જગદીશ દેવજીભાઈની સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને બાદમાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા હર્ષદ મકવાણાને પણ સિવિલે સારવારમાં ખસેડાયો હતો જેથી હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઈવે ઉપર આવેલ જુના જાંબુડીયા ગામે રહેતા રાધિકાબેન રાજેશભાઈ નામની મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પહોંચતા તેમને સારવાર માટે આયુષ હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યારે મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ આરટીઓ કચેરી નજીક બે રીક્ષા સામસામે અથડાઈ હતી જે બનાવમાં ભાણજીભાઈ મોહનભાઈ સોલંકી (ઉમર ૪૦) રહે. રોહીદાસપરા મોરબી વાળાને ઇજાઓ પહોંચતા તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

તેમજ મોરબી નજીકના થોરાડા ગામના રહેવાસી ભાવિકભાઈ વિઠ્ઠલભાઈ દેત્રોજા (૨૯) અને મધુબેન વિઠ્ઠલભાઈ દેત્રોજા (૫૦) નામના માતા-પુત્રને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા બંનેને સારવારમાં ખસેડાયા હતા જેમાં ખુલ્યું હતું કે શનાળા રોડ ઉપર આવેલ મેલડી માતાના મંદિર પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જવાથી બંને રોડ ઉપર નીચે પટકાયા હતા જેથી બંનેને ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી હતી.






Latest News