વાંકાનેરમાં ભિક્ષા વૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ૩૧ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ૩૧ બોટલ દારૂ સાથે એક પકડાયો, એકની શોધખોળ

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ત્રણ થેલા લઈને ઊભેલા શખ્સને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની ૩૧ બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂ, મોબાઇલ અને રોકડ રકમ મળીને કુલ ૪૪૬૬૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે ત્રણ રેકઝીનના થયેલા લઈને એક શખ્સ ઉભો હતો જેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૩૧ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૧૧૬૫ નો દારૂનો જથ્થો તેમજ બે હજાર રૂપિયાની કિંમતનો એક મોબાઈલ ફોન અને ૧૫૦૦ રોકડા આમ કુલ મળીને ૪૪૬૬૫ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં પોલીસે દારૂના જથ્થા સાથે મહિપાલસિંહ તેજસિંગ ઝાલા (ઉંમર ૨૦) રહે. ઉદેપુર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કમલેશભાઈ નામના શખ્સનું નામ સામે આવ્યું હોય તેની સામે પણ ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News