મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયની પુણ્યતિથિ નિમિત્તે ચિત્રા હનુમાનજી ધૂન મંડળનું પ્રેરણાદાયી કાર્ય


SHARE







મોરબીમાં ગાયની પુણ્યતિથિ નિમિત્તે ચિત્રા હનુમાનજી ધૂન મંડળનું પ્રેરણાદાયી કાર્ય

મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા નાની વાવડી માધવ અંધ અપંગ ગૌશાળાની ગોપી ગાયની પાંચમી  પુણ્યતિથિ નિમિત્તે   નાની વાવડી ગામ સમસ્ત તથા માધવ ગૌશાળાના સંચાલક ચેતન પડસુંબિયા અને તેની ટીમ દ્વારા ધુનનું આયોજન કરવામાં આવ્યું હતું.ધૂન રામજી મંદિર ચોકમાં રાખવામાં આવી હતી જેમાં ગામના સમસ્ત ગૌપ્રેમી ભાઈ-બહેનોએ ધૂનમાં આનંદ સાથે રાસ લીધો હતો સાથે ચિત્રા ધૂનમંડળના તમામ સભ્યો પણ રાસે રમ્યા હતા.તેમજ મંડળના સ્ટેજ કલાકાર સભ્યો ભજનિક રતિલાલ પટેલ, હેમંતભાઈ ભીમાણી, ચંદુભાઈ કડિવાર વગેરેએ ધૂનની જમાવટ કરેલ અને સાથે તબલા વાદક અંબારામ 

પટેલ, મંજીરા વાદક રતિલાલભાઈ, મહાદેવભાઇ, પ્રાણજીવનભાઈ વિગેરેએ સાથ આપી ધુનમાં જમાવટ કરી હતી.સૌ પ્રથમ વખત એક ગૌ માતાની પુણ્યતીથી નિમિતે ધુનનો લ્હાવો મળ્યો આ ધૂનમાં નાની વાવડી ગ્રામજનો થકી દાનની સરવાણી વહાવીને રૂ. ૬૩,૦૦૦ જેવું દાન એકત્રીત થયુ હતુ. જે તમામ દાન ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્રારા માધવ અંધ અપંગ ગૌશાળામાં અર્પણ કરવામાં આવ્યું તેમ મંડળના પ્રમુખ ટી.સી.ફૂલતરિયા અને ચંદુભાઈ કડીવારે યાદીમાં જણાવેલ છે.

ત્રાજપર (ખારી) ગામે  ડિસેમ્બરે બાર બીજનું ઉજવણું

મોરબીના ત્રાજપર (ખારી) ગામે આગામી તા.૨૬ ડિસેમ્બરને સોમવારના રોજ રામદેવ પીર મંદિરે બાર બીજનું ઉજવણું કાર્યક્રમ યોજાશે.જે અંતર્ગત ૨૫ ડિસેમ્બરે રાત્રે ૮ કલાકે રામામંડળ ભજવવામાં આવશે.જ્યારે ૨૬ ડિસેમ્બરે સવારે ૯ કલાકે વરઘોડો નીકળશે અને બપોરે ૧૧ કલાકે રામદેવપીરના મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.આ ધાર્મિક કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા જય રામાપીર રામામંડળ- ત્રાજપર (ખારી) દ્રારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે






Latest News