મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે શુક્રવારે સમસ્ત લોહાણા સમાજની અગત્યની મીટીંગ યોજાશે


SHARE







મોરબી જલારામ મંદિર ખાતે શુક્રવારે સમસ્ત લોહાણા સમાજની અગત્યની મીટીંગ યોજાશે

સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા રઘુવંશી સમાજના અગ્રણી જીતુભાઈ સોમાણી વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર જંગી બહુમતીથી ધારાસભ્ય તરીકે વિજયી થયા છે ત્યારે સમસ્ત લોહાણા સમાજમાં આનંદની લાગણી વ્યાપી છે.

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકમાંથી એકમાત્ર રઘુવંશી ઉમેદવાર તરીકે ચુંટાઇ જીતુભાઈ સોમાણીએ સમસ્ત લોહાણા સમાજને ગૌરવ અપાવ્યુ છે. તેથી આગામી તા. ૧-૧-૨૩ રવિવાર ના રોજ જાલીડા મુકામે સમસ્ત રઘુવંશી સમાજ ના એકતા ના પ્રતિક સમા નિર્માણાધીન પવિત્ર શ્રી રામધામ મુકામે સમગ્ર ગુજરાત ના લોહાણા સમાજ દ્વારા જીતુભાઈ સોમાણી નો સન્માન સમારોહ તેમજ વિજયોત્સવ નુ આયોજન કરવા માં આવેલ છે. જે અંતર્ગત આગામી શુક્રવાર તા.૨૩-૧૨-૨૨ ના રોજ રાત્રે ૯ કલાકે મોરબી શ્રી જલારામ મંદિર ખાતે લોહાણા સમાજ ની અગત્ય ની બેઠક નુ આયોજન કરવા માં આવેલ છે. સમસ્ત લોહાણા સમાજ-મોરબી ની આ બેઠક માં શ્રી રામધામના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સમસ્ત લોહાણા સમાજ-મોરબી ના અગ્રણીઓને આ બેઠક મા ઉપસ્થિત રહેવા તેમજ તા.૧-૧-૨૩ ના રોજ શ્રી રામધામ મુકામે યોજાનાર ઐતિહાસિક વિજયોત્સવ માં સહભાગી થવા ભાવભર્યુ નિમંત્રણ શ્રી રામધામ ના અગ્રણીઓ દ્વારા પાઠવવા માં આવ્યુ છે






Latest News