મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

હળવદના ચૂંપણી ગામની વાડીએ ચીકુના ઝાડ નીચે જુગાર રમતા પાંચ પકડાયા, બે ફરાર


SHARE











હળવદના ચૂંપણી ગામની વાડીએ ચીકુના ઝાડ નીચે જુગાર રમતા પાંચ પકડાયા, બે ફરાર: ૭૧૨૦૦ નો મુદામાલ કબજે

હળવદ તાલુકાના ચૂંપણી ગામે આવેલ વાડીએ ચીકુના ઝાડની નીચે જુગાર રમતા હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી અને પોલીસે સ્થળ ઉપરથી પાંચ જુગારીને ઝડપી લીધા હતા જો કે, બે જુગારી પોલીસને જોઈને ત્યાંથી નાસી ગયા હતા અને હાલમાં પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ૭૧૨૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને નાસી છૂટેલા જુગારીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના ચૂંપણી ગામે આથમણી સીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં રોહિતભાઈ ચંદુભાઈ કાલરીયાની વાડી આવેલ છે ત્યાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે એલસીબીની ટીમે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે વાડીમાં ચીકુના ઝાડની નીચે જુગાર રમતા રોહીતભાઇ ચંદુભાઇ કાલરીયા જાતે પટેલ (૨૮) રહે. ચુપણી ખેતરડી તરીકે ઓળખાતી વાડીમાં તાલુકો હળવદ, અશોકભાઇ ગોરધનભાઇ જગોદણા જાતે પટેલ (૪૫) રહે. નવી પીપળી શંકરના મંદીર વાળી શેરીમાં તાલુકો મોરબી, ધર્મેન્દ્રભાઇ જેરામભાઇ બાવરવા જાતે પટેલ (૩૨) રહે. વાવડી રોડકુબેર નગર બ્લોક નં-૧૦૨ મોરબી, હરસુખભાઇ ગાંડુભાઇ જેઠલોજા જાતે પટેલ (૫૨) રહે. નવી પીપળી હનુમાનજીના મંદીર પાછળ મોરબી અને દિપકભાઇ ધનસુખભાઇ કાવર જાતે પટેલ (૩૦) રહે. નવી પીપળી ચાર સોવાર પ્લોટ મોરબીને પોલીસે ઝડપી લીધા હતા અને તેની પાસેથી પોલીસે ૭૧૨૦૦ ની રોકડ કબજે કરી હતી જો કે પોલીસને જોઈને દિનેશભાઇ બાલજીભાઇ જગોદણા જાતે પટેલ રહે. નવી પીપળી તાલુકો મોરબી અને પરેશભાઇ ઉર્ફે પલ્લો મહાદેવભાઇ ઝાલરીયા રહે. વાવડી રોડ મોરબી મુળ લુટાવદર વાળાના નાસી ગયેલ છે જેથી કરીને પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે






Latest News