મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં ઘનશ્યામપુરમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન કેદ: એક નિર્દોષ


SHARE







હળવદ તાલુકાનાં ઘનશ્યામપુરમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન કેદ: એક નિર્દોષ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ઘનશ્યામપુર ગામમાં વર્ષ ૨૦૧૬ માં ખેડૂતની માથે બોલેરો ચડાવીને તેની હત્યા કરવામાં આવી હતી જેની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડ્યા હતા અને આ કેસ મોરબીની સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટેમાં ચાલી ગયો હતો જેમાં બે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે

હળવદના ઘનશ્યામપુર ગામે પોતાની જમીન પર કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડ અને તેના પરિવારના સભ્યો ગત તા.૩૧/૫/૨૦૧૬ ના રોજ ખેતીકામ કરતા હતા. ત્યારે નાગજીભાઈ લખમણભાઈ બાંભવા, વિનોદભાઈ ઉર્ફે વીનુંભાઈ અમરશીભાઈ રાતોજા અને ધીરુભાઈ ગોવિદભાઈ પટોળીયાએ કિશોરભાઈને જમીન ખાલી કરવાની ધમકી આપી હતી અને જમીન ખાલી ન કરતા કિશોરભાઈ રાઠોડની જમીન પચાવી પડવા આરોપીએ બોલેરો ગાડી તેની ઉપર ચડાવી દીધી હતી ત્યારે ખેતીકામ કરતા કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડનું મોત નીપજ્યું હતું. જેથી કરીને નટુભાઈ વાલજી રાઠોડે ત્રણ શખ્સો સામે હત્યા અને હત્યાની કોષોશીની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને આ હત્યાનો કેસ મોરબીની સ્પેશલ એટ્રોસીટી કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવેએ ૨૨ મૌખિક પુરાવા અને ૩૮ દસ્તાવેજી પુરવા રજૂ કર્યા હતા તેને ધ્યાને લઇને કોર્ટે આરોપીઓ નાગજીભાઈ લખમણભાઈ બાંભવા અને વિનોદભાઈ ઉર્ફે વીનુંભાઈ અમરશીભાઈ રાતોજાને આજીવન કેદ અને ૨૫ હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને આરોપી ધીરુભાઈ ગોવિદભાઈ પટોળીયાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે






Latest News