મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ મંદિરે સ્વ. સુશિલાબેન પંડ્યાની પુણ્યતિથિએ સિલાઈ મશીન અર્પણ કરાશે


SHARE











મોરબીના પરશુરામ મંદિરે સ્વ. સુશિલાબેન પંડ્યાની પુણ્યતિથિએ સિલાઈ મશીન અર્પણ કરાશે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટના ટ્રસ્ટીના સ્વર્ગસ્થ પત્નીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ મહિલાઓ પગભર થઈ શકે તે માટે ૧૧ સિલાઈ મશીન આપવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે અને ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના લોક લાડીલા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહિતના લોકો ત્યાં હાજર રહેવાના છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ મંદિરના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યાના સ્વર્ગસ્થ પત્ની સુશીલાબેન ભુપતભાઈ પંડ્યાની આગામી તા.૧૪/૧૨ ના રોજ પાંચમી પુણ્યતિથિ હોય તે નિમિત્તે પરશુરામ ધામ મંદિર ખાતે ધજા ચડાવવાના સાથે ધાર્મિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને તેની સાથોસાથ બ્રહ્મ સમાજ અને દરેક સમાજની મહિલાઓ પગભર થઈ શકે તે માટે પરશુરામ મંદિર ખાતે ૧૧ સિલાઈ મશીન આપવાનો નિર્ધાર ભુપતભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યો છે અને વધુમાં માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે. આ કાર્યક્રમમાં મોરબી માળિયા વિધાનસભા બેઠકના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો હાજર રહેવાના છે અને પરશુરામ ધામ મંદિર ખાતે મહિલાઓને ઉપયોગી થાય તે હેતુ સાથે કાંતિભાઈ અમૃતિયાના હસ્તે સિલાઈ મશીન આપવામાં આવશે આટલું જ નહીં સિલાઈ મશીન ચલાવવા માટેની તાલીમ પણ ત્યાં નિશુલ્ક આપવામાં આવશે અને દરરોજ સાડા ચાર થી છ વાગ્યા સુધી ત્યાં દરેક સમાજની બહેનોને નિશુલ્ક તાલીમ આપવા માટેનું આયોજન હાલમાં કરવામાં આવ્યું છે તેવું ભુપતભાઈ પંડ્યાએ જણાવ્યું છે






Latest News