મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ધરાર ફ્રેન્ડશીપ કરવા સગીરાને દબાણ કરનારો આરોપી જેલ હવાલે


SHARE







મોરબીમાં ધરાર ફ્રેન્ડશીપ કરવા સગીરાને દબાણ કરનારો આરોપી જેલ હવાલે

મોરબીમાં શાળા કે કોલેજે જતી વિદ્યાર્થિનીઓને હેરાન કરવામાં આવતી હોય તેવા અગાઉ અનેક કિસ્સા સામે આવ્યા છે ત્યારે થોડા દિવસો પહેલા એક વિધર્મી શખ્સ શાળાએ જતી સગીરાનો પીછો કરતો હતો અને તેની સાથે ધરાર ફ્રેન્ડશીપ કરવા દબાણ કરતો હતો જેથી કરીને સગીરાની માતાએ આ મુદે ફરિયાદ નોંધવાતા પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં તે આરોપીને જેલ હવાલે કરી દેવામાં આવેલ છે

મોરબીના સામાકાંઠે રહેતી સગીરા નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવતી હતી અને તે શાળાએ આવતી કે જતી હોય ત્યારે અલ્તાફ દિલાવર જેડા રહે. સર્કીટ હાઉસ પાસે મોરબી વાળો તેનો પીછો કરતો હતો અને રસ્તામાં સગીરાને તેની સાથે ધરાર ફ્રેન્ડશીપ કરવા માટે કહેતો હતો અને તેના મોબાઈલ નંબર માંગતો હતો જો કે, સગીરાએ ફ્રેન્ડશીપ કરવી નથી તેવું કહી દીધું હતું તો પણ તે પાછળ આવતો હતો અને સગીરને હેરાનગતિ કરતો હતો જેથી કરીને સગીરાની માતાએ મોરબી બી ડીવીઝન પોલીસ સ્ટેશને આરોપી અલ્તાફ દિલાવર જેડા સામે તેની દીકરીનો પીછો કરીને તેને હેરાન કરતો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી અલ્તાફ દિલાવર જેડાની ધરપકડ કરી હતી અને હાલમાં તે આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે






Latest News