મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે નાસ્તા ગલીમાં જુગાર રમતા ચાર ઝડપાયા


SHARE







મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે નાસ્તા ગલીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી અને ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 13,480 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ નાસ્તા ગલીમાં જુગાર રમતા હોવાની બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી તેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા વિજયભાઈ તુલસીભાઈ મકવાણા (26) કિશનભાઇ મૂળચંદ્રભાઇ નાગવંશી (24), કલ્પેશભાઈ મુકેશભાઈ ગોસાઈ (20) તેમજ નવઘણભાઈ જીવણભાઈ સોલંકી (21) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 13480 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજ શરૂ કરેલ છે

દેશી દારૂ

મોરબીના નીચીમાંડલ ગામ પાસેથી મહેન્દ્રા જીતો ગાડી પસાર થતી હતી ત્યારે ગાડી નંબર જીજે 36 ટી 4185 ને રોકીને પોલીસે ચેક કરતા તેમાંથી 150 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય 3,000 ની કિંમતનો દારૂ તેમજ એક લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ વડી 1,03,000 ના મુદ્દા માલ સાથે પોલીસે વિશાલ પ્રભુભાઈ બારૈયા જાતે કોળી રહે. કુળદેવી પાન પાછળ વર્ધમાન સોસાયટી પાસે મફતિયાપરામાં મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા સુનિલભાઈ ઉર્ફે ભાણો નું નામ સામે આવતા પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ અનંતનગર શેરી નં-2 માં રહેતા દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા જાતે દરબાર (23) ના ઘર ની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરે દારૂની રેડ કરતા ઘરમાંથી પોલીસને દારૂની એક બોટલ મળી આવી હોય 900 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરીને હાલમાં પોલીસે તેની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે

હાર્ટ એટેકથી મોત 

મોરબી નજીકના જુના મકનસર ગામે બાબુભાઈ જગાભાઈ રાતૈયાની ઓરડીમાં રહેતા મહેશ ઉર્ફે રાજુ ઉર્ફે ગોપાલ પરસોતમભાઇ સારલા જાતે કોળી (48) ને કોઇપણ સમયે હાર્ટ એટેકનો હુમલો આવી જતા તેનું મોત નિપજ્યુ હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News