મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

હળવદના ટીકરમાં દંપતીના મોત બાબતે મૃતકોના પરીવારે શંકા દર્શાવી, તપાસની ખાત્રી બાદ પરિવારજનોએ કર્યો દંપતીના મૃતદેહોનો સ્વીકાર


SHARE











હળવદના ટીકરમાં દંપતીના મોત બાબતે મૃતકોના પરીવારે શંકા દર્શાવી, તપાસની ખાત્રી બાદ પરિવારજનોએ કર્યો દંપતીના મૃતદેહોનો સ્વીકાર

હળવદના છેવાડાના ટીકરના રણની ઢસી વિસ્તારમાં દંપતીનું શંકાસ્પદ મોત થયેલ છે. આ બનાવ બાબતે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.ટીકર ગામે રણની ઢસી વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં પતિ-પત્નીની લાશ મળી આવી હતી જેમાં મૃતકના પરિવારજનો દ્વારા બનાવ અંગે શંકા વ્યક્ત કરીને પોલીસને તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અંતે પોલીસે યોગ્ય તપાસની ખાતરી આપતા પરિવારે મૃતદેહો સંભાળ્યા હતા.

ટીકર રણની ઢસી પાસે શંકાસ્પદ હાલતમાં પતિ-પત્નીના મૃતદેહ મળી આવ્યા છે.જેમાં શૈલેષ નાગરભાઈ (ઉમર ૩૨) અને સરોજબેન શૈલેષભાઈનું એકીસાથે મોત થતા તેમના ત્રણ સંતાનો નોંધારા બન્યા હતા અને બાળકોએ માતા-પિતાની છત્રછાયા એકી સાથે ગુમાવી હોય પરીવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.બનાવ અંગે હળવદ પોલીસને જાણ થતા હળવદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશોનો કબજો લઇને બંને મૃતદેહોને હળવદની સરકાર હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.જ્યાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતું અને બંનેના વિશેરા લઈને વિશેરા લેબમાં મોકલાવવામાં આવ્યા હોવાનું પીએસઆઇ એમ.વી. પટેલ તરફથી જણાવવામાં આવેલ છે.જોકે બન્નેના મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યા હોવાથી પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને અગાઉ થયેલ ઝઘડા બાબતે કંઈ અઘટિત બન્યું હોય તેવી શંકા દર્શાવવામાં આવી હતી જોકે હાલમાં ઝેરી દવા પીવાથી કે પીવડાવવામાં આવી હોવાથી બંનેના મોત થયા હોવાની ચર્ચાઓ થઇ રહી છે. જોકે ખરેખર બનાવ શું બન્યો છે..? તેના માટે વિશેરાના રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી મળી શકશે.બીજી તરફ બનાવના પગલે મોટી સંખ્યામાં પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા અને પોલીસે તટસ્થ તપાસની ખાત્રી આપ્યા બાદ પરિવારે દંપતીની લાશનો સ્વીકાર કર્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

ટંકારામાં રહેતા કંચનબેન નવઘણભાઈ ચૌહાણ નામની ૩૦ વર્ષીય મહિલાને ટંકારા-રાજકોટ હાઇવે ઉપર રામદેવપીરના મંદિર પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જેથી અહીંના એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે મોરબીના શનાળા રોડ સમયના ગેટ પાસે એક બાઈકની સાથે બીજું બાઈક અથડાતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ધર્મેન્દ્રકુમાર રામબહાદુર (ઉમર ૨૯) રહે. બેકારસખા રેલ્વે સ્ટેશન સિકંદરાબાદ ઉત્તરપ્રદેશને જમણા હાથના ભાગે ઇજાઓ થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News