મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર ગામે જીનમાં પડેલ કપાસમાં આગ લાગતા નુકસાની


SHARE







ટંકારાના કલ્યાણપર ગામે જીનમાં પડેલ કપાસમાં આગ લાગતા નુકસાની

મોરબીના ટંકારા તાલુકાના ખીજડીયા ગામે રહેતા રૂપસિંહ ચંદુભા ઝાલા જાતે દરબાર દ્વારા ટંકારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી કે કલ્યાણપર રોડ ઉપર આવેલા અસાબાપીરની દરગાહ પાસેના લક્ષ્મીકાંત કોટન જીનના ગ્રાઉન્ડમાં કોટન (કપાસ) નો જથ્થો પડ્યો હતો ત્યારે લોડર નંબર જીજે ૩ ઇએ ૮૬૫૩ ના ચાલક રાજુસીંગ સમદરસીંગ પુવાર દ્વારા કપાસનો જથ્થો ઉપાડવા માટે લોડર ચલાવવામાં આવ્યું ત્યારે લોડરનું સુપડું નીચે સિમેન્ટના રોડ સાથે અથડાતા તણખો ઉડયો હતો અને જેના લીધે કપાસના ઢગલામાં આગ લાગતા આગનો બનાવ બન્યો હતો અને જે બનાવવામાં નુકસાની થવા પામી છે.હાલમાં ટંકારા પોલીસે રૂપસિંહ ચંદુભા ઝાલા જાતે દરબાર (૫૨) રહે. મોટા ખીજડીયા તા. ટંકારા વાળાના નિવેદન આધારે નોંધ કરી છે જેની આગળની તપાસ ટંકારા પોલીસ મથકના એમ.પી.ચાવડા ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

ટંકારા તાલુકાના હરીપર ગામે રહેતા કેવીબેન કનુભાઈ માવડા નામની ૨૦ વર્ષીય મહિલાને અમરેલી નજીકના કલુડી ગામ ખાતે વાડીએ મારામારીના બનાવમાં ઈજા પહોંચી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી. જ્યારે મોરબી તાલુકાના શાપર ગામે રહેતા ભરતભાઈ શીવાભાઈ પરમાર નામના ૨૭ વર્ષના યુવાનને પીપળી ગામ નજીક મારામારીના બનાવમાં ઇજા પહોંચતા તેને પણ સીવિલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બંને બનાવોની નોંધ કરી પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News