મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના એટ્રોસીટી અને મારામારીના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો


SHARE







વાંકાનેરના એટ્રોસીટી અને મારામારીના કેસમાં આરોપીઓનો નિર્દોષ છુટકારો

વાંકાનેર તાલુકાનાં કેરાળા ગામે રહેતા યુવાને પ્રેમલગ્ન કરેલ હતા જેનો ખાર રાખીને યુવતીના ભાઈઓએ યુવાનના પિતાને માર મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા જેથી એટ્રોસીટી અને મારામારીની ફરિયાદ નોંધાઈ હતી અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે

વાંકાનેર સિટીમાં એટ્રોસીટી અને મારામારીના કેસ નોંધાયો હતો અને તે કેસમાં આરોપી સંજય વરસીંગ કોળી અને મુકેશ શામત કોળી રહે બન્ને કેરાળા તાલુકો વાંકાનેર વાળાઓએ તા.૩/૫/૨૦૧૪ ના રોજ ફરીયાદી રમેશ ચતુરભાઇ અંબાલીયાને તેના પુત્રે આરોપીની બહેન સાથે પ્રેમલગ્ન કરી લીધેલ હતા જેનો ખાર રાખી ફરીયાદીને લાકડી તથા લોખંડના પાઇપ વડે ગંભીર ઇજા કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા જેની ફરીયાદ રમેશભાઇ ચતુરભાઇ આંબલીયાએ વાંકાનેર સીટી પોલીસમાં કરેલ હતી અને આ કેસ મોરબીની જોઇન્ટ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે આરોપીના સીનીયર વકીલ બી.બી. હડીયલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફ વકિલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.






Latest News