મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર કુવાડવાના કોળી ઠાકોર સમાજના મતદારોને જીતુભાઈ સોમાણી તરફે મતદાન કરવા અલ્પેશ ઠાકોરની અપીલ


SHARE











વાંકાનેર કુવાડવાના કોળી ઠાકોર સમાજના મતદારોને જીતુભાઈ સોમાણી તરફે મતદાન કરવા અલ્પેશ ઠાકોરની અપીલ

વાંકાનેર કુવાડવા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીના સમર્થનમા સ્વયંભૂ લોકોમાં જુવાળ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાતમાં ઠાકોર સમાજના યુવા આઈકોન અને ભાજપના યુવા આગેવાન અલ્પેશભાઇ ઠાકોર દ્વારા વાંકાનેર કુવાડવા બેઠકના માનત વિસ્તારમાં આવતા કોળી ઠાકોર સમાજના મતદારોને ભાજપના ઉમેદવાર અને રાષ્ટ્રપેમી જીતુભાઈ સોમાણી તરફે મતદાન કરવા અપીલ કરવામાં આવી છે જેથી કરીને આ બેઠક ઉપર જીતુભાઈ સોમાણી પ્રચંડ બહુમતી સાથે વિજયી બને તે હવે નિશ્ચિત છે

વાંકાનેર કુવાડવા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી દ્વારા છેલ્લા ઘણા દિવસોથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો હતો અને ત્યારે ગામે ગામ અને શહેરના દરેક વિસ્તારમાં દરેક જ્ઞાતિ અને સમાજ તરફથી તેઓને આવકાર મળ્યો હતો અને તમામ લોકોએ તેઓને વિજયભવ: ના આશીર્વાદ આપેલ છે આટલું જ નહીં ઘણા કોંગ્રેસના આગેવાનો અને જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ, વાંકાનેર માર્કેટ યાર્ડના માજી વાઇસ ચેરમેન સહિતના લોકોએ કોંગ્રેસની સાથે છેડો ફાડીને ભાજપે કરેલા વિકાસના કામોને ધ્યાનમાં રાખીને કેસરિયા પણ કરેલ છે

વાંકાનેર કુવાડવા બેઠક પરના ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીના સમર્થનમાં સમસ્ત કોળી, ભરવાડ સમાજ, બ્રહમ સમાજ, ક્ષત્રિય સમાજ સહિત અઢારેય વર્ણના લોકો તરફથી ખુલ્લૂ સમર્થન આપવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને ભાજપ સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં રાજ્ય અને ક્રેન્દ્રમાં જે વિકાસ લક્ષી કામ કરવામાં આવેલ છે તેને ધ્યાને રાખીને વાંકાનેર બેઠકના મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે તેવો વિશ્વાસ જીતુભાઈ સોમાણીએ વ્યક્ત કરેલ છે અને આ બેઠકમાં આવતા કોળી ઠાકોર સમાજના મતદારો પણ વિકાસને વરેલી ભાજપ પાર્ટી સાથે જોડાઈને જીતુભાઈ સોમાણી તરફે મતદાન કરે તેના માટે ગુજરાત કોળી ઠાકોર સમાજના આગેવાન અને ભાજપના યુવા આગેવાન અલ્પેશ ઠાકોર દ્વારા મતદારોને ભાજપ તરફે મતદાન કરવા માટે અપીલ કરેલ છે

હાલમાં અલ્પેશ ઠાકોર જીતુભાઈ સોમાણીના વિજયી માટે મેદાને આવ્યા છે અને તેઓએ સોશિઅલ મીડિયાના મધ્યમથી હાલમાં એક વિડીયો કોળી ઠાકોર સમાજના મતદારો માટે શેર કર્યો છે અને વાંકાનેર કુવાડવા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીના સમર્થનમાં મતદારોને મતદાન કરવા માટેની અપલી કરેલ છે જેમાં તેમણે કર્મઠ અને સામાન્ય લોકોની ચિંતા કરનારા ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને વિજયી બનાવવા માટે અપીલ કરેલ છે અને જાતિવાદ કે પરિવારવાદને છોડીને રાષ્ટ્રવાદને મજબૂત કરવા માટે મતદારોને કચકચાવીને ભાજપ તરફી મતદાન કરવા માટે અનુરોધ કરેલ છે અને જીતુભાઈ સોમાણીને વિજયી બનાવીને નરેન્દ્ર મોદીના હાથને મજબૂત કરવા માટે અપીલ કરેલ છે






Latest News