મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર ગામે મજૂરી કામે સાથે ન જતાં યુવાન સહિત ત્રણ વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો


SHARE







હળવદના રાણેકપર ગામે મજૂરી કામે સાથે ન જતાં યુવાન સહિત ત્રણ વ્યક્તિને ચાર શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના રાણેકપર ગામે મજૂરી કામમાં સાથે નહીં જતા તે બાબતનું મનદુખ રાખીને યુવાન અને તેના ભાઈ સહિત ત્રણ વ્યક્તિઓને ચાર શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ભોગ બનેલ વ્યક્તિએ સારવાર લીધા બાદ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર હળવદ તાલુકાના ગોલાસણ ગામે રહેતા મહેશભાઈ ધીરુભાઈ બહાલીયા જાતે કોળી (૨૦) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સંજયભાઈ વાઘજીભાઈ, મેહુલભાઈ વાઘજીભાઈ, નાથાભાઈ વાઘજીભાઈ અને વાઘજીભાઈ રહે બધા ગોલાસણ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના ભાઈ વિક્રમભાઈ આરોપીઓ સાથે મજૂરી કામ કરતા હોય કામ કરવા નહીં જતા તે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ તેના ભાઈ સાથે બોલાચાલી કરી હતી અને હાથાપાઈ કરી હતી તેમજ તેના મોટર સાયકલને પાછળથી લોખંડનો પાઇપ મારીને તેમજ ઈકો કારથી ઠોકર મારીને ફરિયાદી તેના ભાઈ વિક્રમ અને સાહેદ નવઘણભાઈને જમીન ઉપર પછાડી દીધા હતા જેથી ફરિયાદી સહિત ત્રણેયને ઇજાઓ થઈ હતી જેમાં ફરીયાદીના ભાઈ વિક્રમને હોઠ ઉપર અને માથાના ભાગે ઇજાઓ થઈ હોવાથી તેને ટાંકા આવ્યા હતા સારવાર લીધા બાદ હાલમાં મહેશભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ  દારૂ

મોરબીના નવા ડેલા રોડ ઉપર રાવળશેરી પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૭૫ ની કિંમતની દારૂની બોટલ સાથે કિશનભાઇ ઉર્ફે બીન ભીખાભાઈ મેવાડા જાતે રાવળદેવ (ઉંમર ૨૩) રહે રાવળ શેરી નવા રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News