તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે ટ્રક ચાલકે એસટી બસમાં મોરો અથડાવતા સર્જાયો અકસ્માત


SHARE











માળીયા (મી)ના હરીપર પાસે ટ્રક ચાલકે એસટી બસમાં મોરો અથડાવતા સર્જાયો અકસ્માત

જીગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા.૧૭માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામના રેલવે બ્રિજ પાસેથી એસટીની સામે આવી રહેલા ટ્રકના ચાલકે તેનો ટ્રક ધડાકાભેર એસટી બસના મોરાના ભાગે અથડાવ્યો હતો જેથી કરીને એસટી બસમાં નુકશાની થયેલ હોવાથી હાલમાં બસના ચાલકે માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે 

કચ્છથી મોરબી તરફ આવતા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામના રેલવે બ્રિજ પાસેથી એસટી બસના ચાલક મનુભાઈ શંકરભાઈ સોલંકી રહે, ચારેડ જિલ્લો ખેડા વાળા પોતાના હવાલા વાળી એસટી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૮૦૮૬ લઈને જતા હતા ત્યારે ટ્રક નંબર જીજે ૩૨ ટી ૭૩૮૭ ના ચાલકે એસટી બસની આગળના ભાગમાં તેનો મોરો અથડાવ્યો હતો જેથી કરીને બસનો આગળનો કાચ તૂટી ગયો હતો તેમજ અન્ય નુકસાની થયેલ છે જેથી કરીને એસટી બસના ડ્રાઇવર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ લઈને માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપી ટ્રક ચાલકને પકડવા માટે શરૂ કરવામાં આવી છે

 દેશી દારૂ ઝડપાયો

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એન્ટિલા કારખાના સામે પડતર નાલામાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂના 15 બાચકા મળી આવ્યા હોય પોલીસે કૂલ મળીને ૨૪૦ લિટર દેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને ૪૮૦૦ ની કિંમતનો મુદ્દામલ કબજે કરી

આરોપી સાગર ઉર્ફે ડોક્ટર રાજેશભાઈ કુકાવા જાતે કોળી (૨૭) રહે. વિદ્યુતનગર સોસાયટી મોરબી-૨ વાળાની ધરપકડ કરેલ છે અને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News