મોરબીમાં પરસેવામાં પરસેવો પાડી રહેલા પરહિતકર્મ ગૃપની સેવા પ્રેરણાદાયી મોરબીની ઓસેમ જીએસઇબી શાળામાં ભવ્ય ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઈ મોરબી : પત્નીના અવસાનનો વિરહ સહન ન થતા ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામે થયેલ મારા મારીના નવ શખ્સોની સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાઈ


SHARE











મોરબીના સનાળા ગામે થયેલ મારા મારીના નવ શખ્સોની સામે હુમલાની વળતી ફરિયાદ નોંધાઈ

મોરબીના સનાળા ગામે ઇન્દિરા આવાસ યોજનાના નવા પ્લોટમાં રહેણાંક મકાન પાસેથી કાર લઈને યુવાન જતો હતો ત્યારે કાર ધીમી કરવા માટે તેને બ્રેક મારતા ધૂળની ડમરી ઉડી હતી જેથી કરીને ત્યાં બેઠેલા શખ્સોએ તેને ગાળો આપી હતી અને ત્યારબાદ તેની સાથે બોલાચલી ઝઘડો કરતા હતા જેથી કરીને તેનો ભાઈ અને તેના માતા-પિતા ત્યાં ગયા હતા તો તેની સાથે પણ માથાકૂટ કરીને મારામારી કરી હતી જેથી કરીને ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર લીધા બાદ ફરિયાદ નોંધાવી હતી અને મારા મારીના આ બનાવમાં ગઇકાલે એક ફરિયાદ નોંધાઈ હતી અને  હાલમાં વળતી ફરિયાદ નોંધાતા પોલીસે સામસામી ફરિયાદો લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના સનાળા ગામે ઇન્દિરા આવાસ યોજના નવા પ્લોટમાં રહેતા મહેશભાઈ બાબુભાઈ સોલંકી (૪૫) એ હાલમાં મહિપત ઉર્ફે ભૂરો રવજીભાઇ વાઘેલા, સંજય ઉર્ફે ગોવિંદ મનસુખભાઈ વાઘેલા, નિતીન ઉર્ફે લાલો ધનજીભાઈ સોલંકી, પંકજ પ્રેમજીભાઈ વાઘેલા, મયુર પ્રેમજીભાઈ વાઘેલા, પ્રકાશ મનસુખભાઈ વાઘેલા, મનોજ ધનજીભાઈ સોલંકી, બીપીન ગણેશભાઈ સોલંકી તેમજ કમલેશ હરિભાઈ વાઘેલા રહે. બધા મોરબી વાળાની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેનો દીકરો નીતિન તેના મિત્ર સાથે કાર લઈને ઘર બાજુ આવતો હતો ત્યારે તેણે પોતાની કાર વણાંકમાં ધીમી કરવા માટે થઈને બ્રેક મારી હતી અને ત્યારે ધૂળની ડમરી ઉડતા સંજય ઉર્ફે ગોવિંદે તેને ગાળો આપી હતી અને બોલાચાલી કરી હતી જેથી કરીને ફરિયાદી મહેશભાઈના દીકરા નીતિનભાઈ અને રાહુલે ઘર પાસે ગાળો ન બોલવા કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેણે રાહુલને છરી તેમજ લાકડી વડે માર માર્યો હતો તેમજ ફરિયાદીના માતા-પિતા અને પત્નીને પણ આરોપીઓએ છરી, ધારિયા અને લાકડી વડે માર મારતા ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મહેશભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને નવ શખ્સોની સામે ગુનો નોંધ્યો હતો અને હાલમાં તે પૈકીના સંજય, નિતીન, પ્રકાશ, મનોજ અને બીપીનની પોલીસે ધરપકડ કરી લીધેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News