મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે તળાવમાંથી પાણીચોરી રોકવાની માંગ


SHARE











વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે તળાવમાંથી પાણીચોરી રોકવાની માંગ

હાલમાં વરસાદ ખેચાયો છે ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણી છે તે જથ્થાને બચાવવામાં આવે તેની તાતી જરૂર છે ત્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ પાસે આવેલ તળાવમાંથી ગેરકાયદે પાણીચોરી કરવામાં આવી રહી છે જેથી કરીને પાણીના ટેન્કરો ભરીને પાણી કારખાનામાં વેચાવામાં આવવી રહ્યું છે જેથી આ પાણી ચોરીને રોકવામાં આવે તેના માટે જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે

વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામના રહેવાસીએ કલેકટરને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યું છે કે વરસાદ ચાલુ વર્ષે ખેંચાયો છે અને ગામમાં પાણીનો મુખ્ય સ્ત્રોત તળાવ છે જેમાથી દેવાભાઈ વિંજવાડિયા અને ચંદુભાઈ વિંજવાડિયા ગેરકાયદે પાણીચોરી કરી કોઈપણ મંજુરી કે અધિકાર વિના પાણીના ટેન્કરો ભરી કારખાનામાં પાણી વેચાણ કરી રહ્યા છે જેને રોકવા જતા ધમકીભર્યા જવાબો  આપવામાં આવે છે ત્યારે પાણીની તંગીને ધ્યાનમાં રાખીને પાણીચોરીને રોકવામાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં તેઓએ લખ્યું છે કે, પાણી ચોરી કરનારા રાજકીય વગ વાળા છે અને ઝનૂની છે અગાઉ ગંભીર ગુન્હામાં પોલીસ ચોપડે ચડી ચુક્યા છે જેથી તેઓને પોલીસ કે કાયદાનો ડર નથી માટે તેને કાયદાનું ભાન કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો આગામી  એક સપ્તાહમાં નક્કર કાર્યવાહી કરવામાં નહિ આવે તો ગ્રામજનો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News