મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

ઝૂલતા પુલની ઘટનાના દ્વારા ૧૩૫ મૃતકના પરિવારજનો-ઇજાગ્રસ્તોના નિવેદન લેવાનું શરૂ: પોલીસ


SHARE







ઝૂલતા પુલની ઘટનાના દ્વારા ૧૩૫ મૃતકના પરિવારજનો-ઇજાગ્રસ્તોના નિવેદન લેવાનું શરૂ: પોલીસ

મોરબીમા જુલતો પુલ તૂટી પડવાની ઘટનાની પોલીસ વિભાગ તેમજ જુદીજુદી તપાસ એજન્સીઓ દ્વારા ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે અને બનાવ સમયે જે ૧૩૫ લોકોના મૃત્યુ થયેલ છે તેના પરિવારજનોના નિવેદન લેવાનું પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેમજ ઈજાગ્રસ્ત દર્દીઓના નિવેદન પણ પોલીસ દ્વારા લેવાશે આમ કુલ મળીને 300 થી વધુ લોકોના ઝૂલતા પુલની ઘટના સંદર્ભે નિવેદન લેવામાં આવશે અને આરોપીઓ વિરુદ્ધ મજબૂત ગાળીયો બનાવવા માટેની કવાયત કરવામાં આવી રહી છે

મોરબીમાં ગત રવિવારે ઝુલતો પુલ તૂટી પડવાના લીધે ૧૩૫ લોકોના મોત થયા છે ત્યારે આ બનાવની હાલમાં જુદીજુદી તપાસ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને જુદી જુદી રીતે આ બ્રિજ તૂટવાના મુખ્ય કારણને શોધવા માટે તપાસ કરવામાં આવી રહી છે સાથોસાથ આરોપીઓને મજબૂત રીતે ફિટ કરવા મથામણ ચાલી રહી છે ત્યારે તપાસનીશ અધિકારી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ કરનાર એજન્સીના લોકોની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને આરોપીઓને પણ પકડવામાં આવેલ છે જો કે, ઘટના કેવી રીતે બની ?, કોને શું ગુમાવ્યું ? તે સહિતની માહિતી સરકારી ચોપડે લેવા માટે પોલીસે આ બનાવમાં જે ૧૩૫ લોકોના મૃત્યુ થયેલ છે તેના પરિવારજનોના નિવેદન તેમજ ઈજાગ્રસ્ત દર્દીઓના નિવેદન પણ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને અંદાજે 300 થી વધુ લોકોના ઝૂલતા પુલની ઘટના સંદર્ભે પોલીસ દ્વારા નિવેદન લેવાશે તે નિશ્ચિત છે






Latest News