મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

કલિયુગ : મોરબીના રફાળેશ્વર ગામે વૃદ્ધ પિતાને ત્રણ દીકરા સહિત ચાર શખ્સોએ છરી-પાઇપ વડે મારમાર્યો: તમામ આરોપીની ધરપકડ


SHARE







કલિયુગ : મોરબીના રફાળેશ્વર ગામે વૃદ્ધ પિતાને ત્રણ દીકરા સહિત ચાર શખ્સોએ છરી-પાઇપ વડે મારમાર્યો: તમામ આરોપીની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામે રહેતા વૃદ્ધના દીકરાને કોર્ટની મુદત હતી તે બાબતે વૃદ્ધે તેના અન્ય દીકરાને વાત કરી હતી જે તેને સારું નહીં લગતા ત્રણ દીકરા સહિતના ચાર શખ્સો દ્વારા વૃદ્ધની સાથે ઝપાઝપી કરવામાં આવી હતી અને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ છરી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ વૃદ્ધે તેને ત્રણ દીકરા સહિત ચાર શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રફાળેશ્વર ગામે મહાદેવના મંદિર સામે ભરવાડવાસમાં રહેતા રણછોડભાઈ કુંવરજીભાઈ ઝાપડા જાતે ભરવાડ (૬૫) એ હાલમાં તેને દીકરા રાજુભાઈ રણછોડભાઈ ઝાપડા (૨૧), ગણેશભાઈ રણછોડભાઈ ઝાપડા (૩૪) અને રામાભાઇ રણછોડભાઈ ઝાપડા (૩૧) રહે. બધા રફાળેશ્વર ગામ અને ફૈઝલભાઈ સમીરભાઈ માજોડા (૩૧) રહે.  લીલાપર રોડ હુસેનપીરની દરગાહ પાછળ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કે તેના દીકરા ગોપાલભાઈને કોર્ટની મુદત હતી જે બાબતે તેઓ તેના અન્ય દીકરા સાથે વાત કરતાં હતા જે આરોપી રાજુભાઈ, ગણેશભાઈ, રામાભાઇ અને ફેજલને તે સારું નહીં લાગતા તેઓએ તેની સાથે જપાજપી કરી હતી અને ગાળો આપી હતી આટલુ જ નહીં રાજુભાઈએ પોતાની પાસે રહેલ છરી વડે તેના વૃદ્ધ પિતાને ઇજા કરી હતી અને ગણેશભાઈએ લોખંડનો પાઇપ મારીને ઇજા કરી હતી જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ રણછોડભાઈ ઝાપડાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News