મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

હળવદમાં ફટાકડાના સ્ટોલ માટે ફાયરિંગ કરનારા પંકજ ગોઠી સહિત ત્રણની ધરપકડ


SHARE







હળવદમાં ફટાકડાના સ્ટોલ માટે ફાયરિંગ કરનારા પંકજ ગોઠી સહિત ત્રણની ધરપકડ

હળવદ સરા ચોકડી પાસે આવેલ સીનીયર સીટીઝન પાર્ક પાસે ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેથી કરીને હળવદ પોલીસ સ્ટેશને રાયોટીંગ, મારામારી અને ફાયરીંગની ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે ફાયરિંગ કરનાર સહીત ત્રણ આરોપીઓને પકડીને હળવદ પોલીસને હવાલે કરેલ છે. 

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ અને ટીમ દ્વારા ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા તજવીજ કરવામાં આવી રહી છે અને એલસીબીના પીએસઆઈ એન.એચ.ચુડાસમા તેમજ એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડ તેમજ ટેકનીકલ સેલ કામગીરી કરે છે તેવામાં તા.૦૯/૧૦ ના રોજ હળવદ સરા ચોકડી નજીક આવેલ સીનીયર સીટીઝન પાર્ક પાસે ફટાકડાના સ્ટોલ રાખવા બાબતે બે ગૃપ વચ્ચે બોલાચાલી થતા આ બનાવ રાયોટીંગમાં પરીણમેલ બાદ ઉગ્રબોલાચાલી તેમજ મારામારી થતા એક જુથના માણસો પૈકી પંજક ગોઠીએ તેની પાસેના ગેરકાયદે હથિયાર વડે બે રાઉન્ડ ફાયરીંગ કરેલ હતા અને કુલ ૭ આરોપીઓ વિરૂધ્ધ હળવદમાં ગુનો નોંધાયો હતો જે ગુનામાં મુખ્ય આરોપી સહીત અન્ય કુલ ૫ આરોપીઓ પકડવાના બાકી હોય જે નાસતા ફરતા આરોપીઓ બાબતે રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, વિક્રમભાઇ કુગસીયા, દશરથસિંહ પરમારને ખાનગી રાહે હકિકત મળેલ કે, આ ગુનાના નાસતા ફરતા આરોપીઓ જામનગર જીલ્લાના જાંબુડા ગામે છે જેથી કરીને સ્ટાફના માસણોની એક ટીમને જાંબુડા ગામે મોકલતા ત્યાંથી આરોપી પંકજભાઇ ચમનભાઇ ગોઠી જાતે પટેલ ૨૬, ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો ચમનભાઇ ગોઠી જાતે પટેલ ૨૯ અને મેહુલભાઇ ઉર્ફે મેરો ઉર્ફે મેરીયો પ્રેમજીભાઇ કણઝારીયા જાતે દલવાડી  ૨૦ રહે. ત્રણેય હળવદ વાળાને પકડવામાં આવેલ છે અને આરોપીઓને હાલમાં હળવદ પોલીસને સોંપવામાં આવેલ છે.




Latest News