મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે આડેધડ લીલુઘાસ નાખતા વધુ એક વેપારી સામે નોંધાયો ગુનો


SHARE







મોરબીના લીલાપર રોડે આડેધડ લીલુઘાસ નાખતા વધુ એક વેપારી સામે નોંધાયો ગુનો

મોરબીના લીલાપર રોડ ઉપર જેલથી આગળના ભાગમાં રાહદારી અને વાહન ચાલકોને અડચણ રૂપ થાય તે રીતે અને ગમે ત્યારે જીવલેણ સાબિત થાય તે રીતે આડેધડ લીલું ઘાસ વેપારીઓ દ્વારા નાખવામાં આવે છે જેથી કરીને આવા વેપારીઓની સામે પોલીસે હવે કાર્યવાહી શરૂ કરેલ છે અને તેના ભાગરૂપે વધુ એક વેપારી સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેલ રોડ ઉપર જેલથી આગળના ભાગમાં લીલાઘાસના વાડા બનાવીને ત્યાં વેપારીઓ દ્વારા લીલાઘાસનું વેચાણ કરવામાં આવતું હોય છે જોકે રાહદારી અને વાહન ચાલકોને અડચણરૂપ થાય તે રીતે આડેધડ રોડ સાઈડમાં લીલા ઘાસચારા નાખવામાં આવે છે જેથી કરીને ગાય તથા ખૂંટીયા રોડ વચ્ચે અડિંગો જમાવે છે જેથી ટ્રાફિકની સમસ્યા તેમજ ગમે ત્યારે અકસ્માત થાય તેવી શક્યતા હોય છે માટે આડેધડ લીલા ઘાસચારા ફેકતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈકાલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક વેપારીની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો દરમિયાન આજે વધુ એક વેપારીની સામે ગુનો નોંધવામાં આવે છે જેમાં નંદકિશોરભાઈ ઉર્ફે કાનાભાઈ બાલકૃષ્ણભાઈ જોશી જાતે બ્રાહ્મણ (૬૫) રહે. દાઉદી પ્લોટ શેરી નં-૫ વાળા લીલૂઘાસ રસ્તા ઉપર નાખીને લોકોને અડચણરૂપ થાય તેમજ ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી બેદરકારી દાખવતા તેની સામે ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News