મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે ટ્રકમાંથી ટાયર ફાટીને બાઈકમાં અથડતા બે વ્યક્તિને ઇજા


SHARE







મોરબીના મકનસર પાસે ટ્રકમાંથી ટાયર ફાટીને બાઈકમાં અથડતા બે વ્યક્તિને ઇજા

મોરબીના મકનસર ગામ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થતું હતું ત્યારે તેની બાજુમાંથી નીકળેલ ટ્રકનું ટાયર અચાનક ફટયું હતું અને તે ટાયર નીકળીને બાઈક સાથે અથડાતા બાઈક ઉપર જઈ રહેલા બંને વ્યક્તિઓ રોડ ઉપર નીચે પડ્યા હતા અને તે બંનેને ઇજા થતાં તેને સારવારમાં ખસેડાયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં યુવાને ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના નવા મકાનસર ગામે રહેતા અશોકભાઈ બહાદુરભાઇ સારલા જાતે કોળી (૪૪) એ હાલમાં ટ્રક નંબર જીજે ૧૨ એઝેડ ૬૧૬૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મકનસર ગામ પાસેથી તેઓ બાઈક નંબર જીજે ૩૬ એબી ૩૫૯૬ લઈને દેવાભાઈ સાથે જઈ રહ્યા હતા દરમિયાન તેની બાજુમાંથી પસાર થઈ રહેલ ટ્રકનું ટાયર ફાટતાં ટાયર ટ્રકમાંથી નીકળીને બાઇક સાથે અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદી અશોકભાઈ તથા તેની સાથે બાઈક ઉપર બેઠેલ દેવાભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ત્યાંથી નાસી ગયો હતો જેથી ભોગ બનેલા અશોકભાઈ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News