ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં અઢી લાખના દાગીનાની ચોરીની બનાવની ૨૪ કલાક પછી પણ હજુ ફરિયાદ નોંધાઈ નથી !


SHARE







મોરબીમાં અઢી લાખના દાગીનાની ચોરીની બનાવની ૨૪ કલાક પછી પણ હજુ ફરિયાદ નોંધાઈ નથી !

મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ મહાવીરનગરમાં રહેતો યુવાન અને તેના પરિવારજનો ઘરની અંદર હતા દરમિયાન ગઇકાલે રાત્રિના સમયે કોઈ અજાણ્ય શખ્સ દ્વારા તેના ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરધણી ઘરમાં સૂતા હતા તેમ છતાં પણ ઘરમાં ઘૂસેલા તસ્કર દ્વારા ઘરમાંથી સોનાનો હાર, સોનાની વીંટીઓ, સોનાના નાકના દાણા તેમજ ચાંદીના દાગીના આમ કુલ મળીને અંદાજે અઢી લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા પરિવાર દ્વારા હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બે પોલીસ જવાન ઘરે ગયા હતા જો કે, હજુ સુધી ચોરીની ફરિયાદ પોલીસ ચોપડે કેમ નોંચાઈ નથી તે સૌથી મોટો સવાલ છે

મોરબીની પંચાસર ચોકડી પાસે દોશી હાઈસ્કૂલની બાજુમાં આવેલ મહાવીરનગરમાં રહેતા માવજીભાઈ મનજીભાઈ કંઝારીયાના રહેણાંક મકાનને ગઇકાલે રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કર દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે અને તેના ઘરની અંદરથી સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ છે સૂત્રો પાસેથી જાણવા મળતી મહિતિ પ્રમાણે માવજીભાઈ મનજીભાઈ કંઝારીયા તેના પરિવારજનો સાથે પોતાના ઘરની અંદર રાત્રિના સમયે સૂતા હતા દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ દિવાલ કૂદીને તેના ઘરની અંદર આવ્યો હતો અને ત્યારબાદ ઘરમાંથી સોનાનો હાર, સોનાની ત્રણ બુટ્ટી, નાકના સાત જેટલા સોનાના દાણા, બે સોનાના પેન્ડલ તેમજ ચાંદીના ઝાંઝરા સહિતના સોના ચાંદીના દાગીના મળીને અઢી લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી જોકે હજુ સુધી આ બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કોઈ ચોરીની ફરિયાદ નોંધાયેલ નથી.

વધુમાં ઘરધણી માવજીભાઈ મનજીભાઈ કંઝારીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બુધવારે રાત્રિના ૧૨ વાગ્યા સુધીના પરિવારના સભ્યો જાગતા હતા અને ૧૨ વાગ્યા થી લઈને વહેલી સવારે ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેમની બાજુમાં રહેતા તેના કાકાના ઘરની દિવાલ કૂદીને તેના ઘરની અંદર આવ્યો હતો અને ત્યારબાદ તેના ઘરમાંથી સોના અને ચાંદીના દાગીનાની ચોરી કરેલ છે જો કે, આ બનાવની જાણ કરતાં બે પોલીસ જવાન ઘરે આવ્યા હતા કોઈ અધિકારી આવેલ નથી અને હજુ સુધી આ બનાવની કોઈ ફરિયાદ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલ નથી અત્રે ઉલ્લેખનીય છે કે, જે જગ્યાએ ચોરીની ઘટના બનેલ છે તેની આસપાસમાં ઘણા મકાનો ભાડે આપવામાં આવેલ છે અને તેમાંથી મોટાભાગનાના કોઈ આધાર પુરાવા પણ નથી ત્યારે આવી ચોરીની ઘટનાઓ બનતી રોકવા માટે થઈને આડેધડ બનાવેલી ઓરડીઓ અને રૂમોમાં રહેતા લોકોના આધાર પુરાવા પોલીસ વિભાગ દ્વારા લેવામાં આવે અને મહાવીરનગર તેમજ બાયપાસના સોસાયટી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ છે






Latest News