મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

માળીયા શહેશાવલીના પાટીયા પાસેથી ૭૨ બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો


SHARE







માળીયા શહેશાવલીના પાટીયા પાસેથી ૭૨ બોટલ દારૂ ભરેલી રિક્ષા સાથે રાજકોટનો એક શખ્સ પકડાયો

માળીયા શહેશાવલીના પાટીયા પાસે નેશનલ હાઈ-વે રોડ પરથી સીએનજી રિક્ષા પસાર થતી હતી ત્યારે તે રિક્ષાને રોકીને તલાશી લેવામાં આવી હતી અને રિક્ષમાથી ૭૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને રિક્ષા સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને એકને પકડવા માટે તજવીજ ચાલુ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા શહેશાવલીના પાટીયા પાસે નેશનલ હાઈ-વે રોડ પરથી સીએનજી રિક્ષા નંબર જીજે ૩ એયું ૦૫૫૭ પસાર થતી હતી ત્યારે તે રિક્ષાને રોકીને તલાશી લેવામાં આવી હતી અને રિક્ષમાથી ૭૨ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂ અને રિક્ષા સાથે દિપકભાઇ પોપટભાઇ સતરોટીયા જાતે કોળી ઉ.વ ૨૯ રહે. ભગવતીપરા શેરી નં-૫ શાળા નં-૪૩ ની બાજુમા રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને ૪૦,૦૦૦ ની રિક્ષા તેમજ ૭૨ બોટલો દારૂ જેની કિંમત ૨૮,૫૦૦ આમ કુલ મળીને રૂપીયા ૬૮,૫૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને પોલીસને જોઈને નાશી ગયેલા હુશૈનભાઇ આમદભાઇ ત્રાયા રહે. ભગવતી પરા શેરી નં-૬ રાજકોટ વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News