મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

હળવદ પોલીસ પરીવાર આયોજિત ગરબીમાં બાળકના બેસણી રાસ ઉપર સહુ આફરીન


SHARE











હળવદ પોલીસ પરીવાર આયોજિત ગરબીમાં બાળકના બેસણી રાસ ઉપર સહુ આફરીન

હળવદમાં પોલીસ પરિવાર દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ પરિવારના ભાઈઓ બહેનો સહિતના લોકો ગરબા રમતા હોય છે અને ત્યારે હળવદના યુવા પત્રકાર બળદેવભાઈ ભરવાડના સાત વર્ષના દીકરા વિવેકે આ ગરબીમાં બેસણી રાસ રજૂ કરીને ધૂમ મચાવી દીધી છે અને આ બાળકે રજૂ કરેલ રાસનો વીડિયો હાલમાં સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે અમે વિવેકના બેસણી રાસ ઉપર અધિકારી સહિતના આફરીન થઈ ગયા હતા ખાસ કરીને ટીટોડો, હુડો, બેસણી રાસ રમવોએ ભરવાડ અને રબારી સમાજની આગવી સંસ્કૃતિ છે. તેમને આ રાસ રમવાની કલા વારસામાં જ મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રજાની જાનમાલની રક્ષા  કરતા તેમજ હાલ નવરાત્રી મહોત્સવની દરેક ગરબીમાં સુરક્ષાની જવાબદારી નિભાવતા સમગ્ર હળવદ પોલીસ સ્ટાફ દ્વારા પોતાની ફરજ નિષ્ઠા યોગ્ય રીતે નિભાવવાની સાથે માતાજીની ભક્તિ પણ કરવામાં આવી રહી છે. હળવદ શહેરમાં પોલીસ લાઈન ખાતે પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખૈલૈયાઓ મન મુકીને રાસ ગરબે રમી રહ્યા છે






Latest News