ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં આજે જૈન જાગૃતિ લેડીઝ વિંગ અને કાલે વૃંદાવન દાંડિયા દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન


SHARE







મોરબીમાં આજે જૈન જાગૃતિ લેડીઝ વિંગ અને કાલે વૃંદાવન દાંડિયા દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન

મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા તા ૨૪ સપ્ટેમ્બરના રોજ બપોરે ૩ કલાકથી નવા ડેલા રોડ પર આવેલી વિશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે વૃંદાવન દાંડિયા દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં દર વર્ષે જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા સમસ્ત જૈન સમાજના બહેનો માટે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આશિષભાઈ મણિયારનાસુરે મહિલાઓ સહિતના રસની રમઝટ બોલાવશે. અને આ તકે સહભાગી થનાર ખેલૈયાઓને સોના ચાંદીના ઇનામો પણ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે

તો વૃંદાવન દાંડિયા કલાસિસ વાળા અમીષબેન રાંચ્છ અને રાહુલભાઈ કાવડિયા દ્વારા તા ૨૫ ના રોજ  રાતે આઠ કલાકથી લીલપર કેનાલ રોડ ઉપર કેશવ પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ચોફ ગેસ્ટ તરીકે માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેવાના છે

ગૌશાળાના લાભાર્થે

મોરબીના નાની વાવડી ગામે આવેલ માધવ અંધ-અપંગ ગૌશાળાના લાભાર્થે તા ૨૪ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૯:૩૦ કલાકેથી દેવ ફન વર્લ્ડની બાજુમાં વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઈલાબેન મકવાણા, રવિરાજ ગજ્જર, ધારા ગોહિલ સહિતના સૂર રેલવશે અને ખેલૈયાઓ રમઝટ બોલાવશે આ આયોજનને સફળ બનાવવા ગામના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને આ કાર્યક્રમમાં એન્ટ્રી પાસ આધારે જ પ્રવેશ આપવામાં આવશે તેવું આયોજકોએ જણાવ્યુ છે






Latest News