ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે સિરામિક કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત


SHARE







મોરબીના રંગપર ગામે સિરામિક કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પડતાં યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક કારખાનામાં ઊંચાઈ ઉપરથી આદિવાસી યુવાન નીચે પટકાયો હતો જેથી કરીને તેને શરીરે ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર ઉપર રંગપર ગામની સીમમાં આવેલ મહાદેવ મિનરલના લેબર ક્વાર્ટરમાં રહેતો સુનિલ રમેશભાઈ મેડા જાતે આદિવાસી (૧૯) નામના યુવાનનો મૃતદેહ રંગપર ગામની સીમમાંથી મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસની ટીમ સિવિલ હોસ્પિટલે પહોચી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જેમાં એવી માહિતી સામે આવી હતી કે, એપ્રિકોન સીરામીકમાં કારખાનાના ડસ્ટ કલેક્ટ મશીન ઉપર સીડીથી ચડ્યો હતો અને ત્યાંથી તે નીચે પડી ગયો હતો ત્યારે તેને ઇજા થવાથી મોત થયેલ છે હાલમાં પોલીસે આ અંગેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

યુવતી સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતી નિશાબેન રવિભાઈ દેત્રોજા નામની ૨૭ વર્ષીય યુવતી તેના ઘેર ઝેરી દવા પી જતા તેણીને અહીંની રાધે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને આ બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યું હતું કે નિશાબેન દેત્રોજા જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હોય અને થોડા માર્ક માટે રહી જતા હોય તે બાબતે મનમાં લાગી આવતા તેણીએ ઉપરોકત પગલું ભરી લીધું હતું..! જ્યારે મોરબીના સબજેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા શોભનાબેન શામજીભાઈ મકવાણા નામના ૫૫ વર્ષના આધેડ મહિલાએ ઉંદર મારવાની દવા પી લેતા તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા અમરાપર ગામે રહેતા આરીફભાઈ હુસેનભાઇ બાદી નામનો ૩૫ વર્ષનો યુવાન પોતાના સાત વર્ષના પુત્ર ફરીદને શાળાએ મૂકવા માટે જતો હતો ત્યારે ગામ નજીક રોડ ઉપર અકસ્માતે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી ફરિદને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો






Latest News