ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલનાં વિદ્યાર્થીઓ લીધી ગોપાલ નમકીન ની મુલાકાત


SHARE







મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલનાં વિદ્યાર્થીઓ લીધી ગોપાલ નમકીન ની મુલાકાત

મોરબીની નવયુગ કોમર્સ સ્કૂલ વિરપરના પ્રમુખ પી.ડી કાંજિયા સરના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં શાળાના ધો. ૧૨ કોમર્સના વિદ્યાર્થીઓને ઓદ્યોગિક વિઝીટ સંદર્ભે રાજકોટ સ્થિત 'ગોપાલ નમકીન' ની મુલાકાતે લઇ જવામાં આવ્યા હતા.

મોરબી નવયુગ કોમર્સ સ્કૂલના કોમર્સના વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં માત્ર થીયરીકલ જ્ઞાનને બદલે પ્રેક્ટીકલ જ્ઞાન વિદ્યાર્થીઓને મળે તેવા હેતુથી આ મુલાકાત યોજવામાં આવી હતી આજના સ્પર્ધાના યુગમાં સારા મેનેજમેન્ટ અને કાર્ય પદ્ધતિ માટે આવી મુલાકાતો ઉપયોગી બને છે. જેથી નવયુગ શૈક્ષણિક સંકુલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેક કાર્યક્રમ યોજે છે જેના ભાગરૂપે ગોપાલ નમકીન રાજકોટ ની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને કંપનીની વિવિધ પ્રોડક્ટ્સ વિષે માહિતગાર કર્યા હતા. મુલાકાત દરમિયાન હાલની આધુનિક મશીનરીનો ઉપયોગ કરી પ્રોડક્ટ્સનું ઉત્પાદન અને તેનું પેકિંગ કેવી રીતે કરવામાં આવે છે, તેની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓએ મેળવી હતી.મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને ગોપાલ નમકીનની પ્રોડક્ટના રો મટીરીયલથી તેમનું પેકેટ તૈયાર થવા સુધીની દરેક પ્રક્રિયા કંપનીના એચઆર અધિકારી પ્રતીક પટેલ તેમજ હિરલબેન દવે  દ્વારા સમજાવવામાં આવી હતી.






Latest News