ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં રેલવે ઓફિસ પાસે કચરો સળગાવતા સમયે કેરોસીનનો શીશો આગમાં પડતાં દાઝી ગયેલ રેલ્વે કર્મચારી સારવારમાં


SHARE







મોરબીમાં રેલવે ઓફિસ પાસે કચરો સળગાવતા સમયે કેરોસીનનો શીશો આગમાં પડતાં દાઝી ગયેલ રેલ્વે કર્મચારી સારવારમાં

મોરબીના રેલ્વે સ્ટેશન પાસે આવેલ સિનિયર સેક્શન એન્જિનિયરની ઓફિસ પાસે રેલ્વે કર્મચારી દ્વારા કચરો સળગાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે કેરોસીન ભરેલ શીશો આગમાં પડી ગયો હતો જેથી કરીને ભડકા થયા આગમાં દાઝી જવાથી રેલ્વે કર્મચારીને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના રેલ્વે સ્ટેશન પાસે નવલખી રોડ ઉપર આવેલ સિનિયર સેક્શન એન્જિનિયરની ઓફિસ પાસે રેલવેમાં ફરજ પર હાજર રહેલા બીપીન ભાનુભાઇ હાઠિયા (૩૫) રહે. ન્યુ રેલવે કોલોની વાળા ગઇકાલે બપોરના સમયે ઓફિસ પાસે આગ લગતા ગંભીર રીતે દાજી ગયેલ હતા જેથી કરીને તેને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સિટી  એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ.એમ.ઝાપડિયાએ આગળની તપાસ શરૂ કરી હતી અને તેની પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલે ઓફિસ પાસે કચરો સળગાવવાનું કામ બીપીનભાઈ કરી રહ્યા હતા ત્યારે કેરોસીન ભરેલ શીશો ચાલુ આગમાં પડ્યો હતો જેથી ભડકો થતાં તે ગંભીર રીતે દાજી ગયેલ છે જેથી પોલીસે મામલતદારની હાજરીમાં નિવેદન લઈને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News