મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ચૂંટણીનો ધમધમાટ: મોરબીના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો સેન્સ લેવાઈ, ૧૩ આગેવાનોએ માંગી ટિકિટ


SHARE











ચૂંટણીનો ધમધમાટ: મોરબીના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો સેન્સ લેવાઈ, ૧૩ આગેવાનોએ માંગી ટિકિટ

આગામી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મુરતિયાઓની પસંદગીનો દોર રાજકીય પક્ષો દ્વારા શરૂ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે જો વાત કરીએ મોરબી માળિયા વિધાનસભા બેઠકની તો મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો કે જેમના દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવેલ છે તેની ગુજરાત કોંગ્રેસનાં સહ પ્રભારી, રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ સહિતના આગેવાનો દ્વારા સેન્સ લેવામાં આવી છે

આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે જેથી જુદા જુદા રાજકીય પક્ષો દ્વારા મતદારોની રીઝવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે તેની સાથો સાથ પક્ષમાં આંતરિક વિખવાદ ઊભા ન થાય તે પ્રકારે મુરતિયાઓની પસંદગી માટેની ગતિવિધિ શરૂ કરવામાં આવી છે કારણ કે રાષ્ટ્રીય પક્ષો સહિતના પક્ષ માટે ટિકિટના માંગણીદારોની સંખ્યા ખૂબ વધારે છે જેથી ટિકિટ કોને આપવી ? કોણ વિજય બની શકે તેમ છે ? તે પસંદ કરવાનું કામ પસંદગીકારો માટે પણ કપરુ બની ગયું છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી તેવામાં મોરબી માળિયા વિધાનસભા બેઠકની વાત કરીએ તો મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે કોંગ્રેસના સંભવિત ઉમેદવારો કે જેમના દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી છે તેની સેન્સ લેવાનો કાર્યક્રમ મોરબીના સર્કિટ હાઉસ ખાતે રાખવામાં આવ્યો હતો

જાણવા મળતી માહિતી પ્રમાણે ગુજરાતના સહ પ્રભારી રામકિશન ઓઝા, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા તેમજ દિનેશભાઈ પરમાર દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ટિકિટની કોંગ્રેસ પક્ષ પાસે માંગણી કરનારા કોંગ્રેસના આગેવાનોને સાંભળવામાં આવેલ હતા હાલમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે મોરબીમાંથી કુલ મળીને ૧૩ જેટલા આગેવાનો દ્વારા કોંગ્રેસ પક્ષ પાસે ટિકિટની માંગણી કરવામાં આવેલ છે જેથી કરીને આ તમામ આગેવાનોને કોંગ્રેસ પક્ષ તરફથી આવેલા આગેવાનો દ્વારા સાંભળવામાં આવ્યા હતા અને આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા કોઈપણ એક આગેવાનને મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ટિકિટ આપવામાં આવે તો દરેક આગેવાનો સાથે મળીને કોંગ્રેસ પક્ષ મોરબીમાં વિજય બને તેના માટે થઈને કામ કરવાની લાગણી સેન્સ લેવા માટે આવેલા આગેવાનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે






Latest News