મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અનેક લાભાર્થીઓને અપાશે લાભ


SHARE







મોરબી જિલ્લામાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અનેક લાભાર્થીઓને અપાશે લાભ

મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને  ગરીબ કલ્યાણ મેળા અન્વયે પૂર્વ આયોજન અંગેની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ ગરીબ કલ્યાણ મેળો ૨૦૨૨-૨૩ અન્વયે જરૂરી સૂચના અધિકારીઓને આપી હતી

રાજ્યભરમાં આગામી ૧૪ અને ૧૫ ઓક્ટોબર દરમિયાન ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા અન્વયે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવે જિલ્લામાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓને વિવિધ જન કલ્યાણની યોજનાઓના લાભ અપાય તેવું આયોજન કરવા જણાવ્યું હતું.

આ બેઠકનું સંચાલન કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલે દરેક વિભાગ દ્વારા પોતાના વિભાગ હેઠળની વિવિધ યોજનાઓમાં વધુને વધુ લાભાર્થીઓને સાંકળી લઇ ગરીબ કલ્યાણ મેળા અન્વયે અત્યારથી જ આગોતરું આયોજન કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવીમોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાહળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યમુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News