મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો
Breaking news
Morbi Today

મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાલે ચામડી, વાળ, નખના રોગના ફ્રી નિદાન માટે કેમ્પ


SHARE











મોરબીની શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાલે ચામડી, વાળ, નખના રોગના ફ્રી નિદાન માટે કેમ્પ

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં રામધન આશ્રમ સામે આવેલ શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કાલે ગુરૂવારે ચામડીના રોગના નિદાન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નિષ્ણાંત ડોક્ટર દ્વારા દર્દીઓની ફ્રીમાં તપાસ કરી આપવામાં આવશે

મોરબીમાં રામધન આશ્રમની સામે મહેન્દ્રનગર રોડ ઉપર પ્રભુકૃપા ટાઉનશીપ સામે સુભાષ પાર્કમાં શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલ છે ત્યાં ૨૪ x ૭ કલાક ઇમર્જન્સી સારવાર સહિતની સારવાર દર્દીઓને આપવામાં આવે છે આ હોસ્પિટલમાં સમયાંતરે જુદાજુદા કેમ્પનું દર્દીઓ માટે આયોજન કરવામાં આવે છે જેનો ઘણા દર્દીઓ લાભ લેતા હોય છે આવી જ રીતે કાલે ગુરૂવારે ચામડી, વાળ, નખના રોગના નિદાન માટે ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડો. દિક્ષિત આર. કાસુન્દ્રા (એમડી, સ્કીન & વીડી) દ્વારા દર્દીઓના ચામડી, વાળ, નખના રોગનું નિદાન કરવામાં આવશે અને તેના માટેનો સમય બપોરે ૨ થી ૪ રાખવામાં આવેલ છે

અત્રે ઉલેખનીય છે કે, દર બુધવારે શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્ત્રી રોગ-પ્રસુતિના નિષ્ણાંત ગાયનેકોલોજીસ્ટ ડો. વિશ્વા કોટેચા દ્વારા સગર્ભા બહેનોની ફ્રીમાં તપાસ કરીને સોનોગ્રાફી પણ કરી આપવામાં આવે છે અને તેના માટેનો સમય સવારે ૯થી ૧ અને સાંજે ૫ થી ૮ હોય છે તેમજ ડેન્ટિસ્ટ્રી વિભાગમાં ડો. ચાંદની ખાનપરા અને ડો.મનોજ કૈલા દ્વારા દર્દીઓના રોગનું નિદાન કરી આપવામાં આવે છે વધુમાં માહિતી આપતા શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલક ડો. પ્રહલાદ ઉધરેજાએ જણાવ્યુ છે કે, આ હોસ્પીટલમાં કારખાનામાં થતી ઇજાના સમયે દર્દીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે

આ હોસ્પિટલામાં હાડકા, જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ગાયનેક, બાળરોગ, ન્યુરોસર્જરી, દાંત, કસરત, રેડીયોલોજી સહિતના વિભાગ કાર્યરત છે જેમાં દર્દીઓને તમામ સારવાર ૨૪ કલાક આપવામાં આવે છે સાથોસાથ અહી આઇસીયુ, મેડિકલ સ્ટોર, એક્સ રે, સીટી સ્કેન, એનઆઈસીયુ, એમ્બ્યુલન્સ, સોનોગ્રાફી, ઓપરેશન થિયેટર, લેબોરેટરી, ઇન્સ્યોરન્સ સહિતની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અને વધુ વિગત માટે ઇમરજન્સી નંબર ૯૭૨૭૫ ૨૭૫૫૫ ઉપર સંપર્ક કરવાનો રહેશે






Latest News