મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં બેન્કનું એટીએમ તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરનારા આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં બેન્કનું એટીએમ તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરનારા આરોપીની ધરપકડ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એક્સિસ બેન્કના એટીએમને તોડીને રોકડ રકમની ચોરી કરવાનો એક શખ્સ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે રૂપિયાની ચોરી તે શખ્સ કરી શક્યો ન હતો પરંતુ હાલમાં એટીએમ મશીનને તોડનારા શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરેલ છે

રાજકોટના જામનગર રોડ ઉપર આવેલ ભૂમેશ્વરી વાડી મેઇન રોડ ઉપર રેલવે ફાટક પાસે રહેતા ધવલભાઇ વિનોદભાઈ સાપરિયા જાતે પટેલ (૩૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા મિલન જાદવ નામના શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તા. ૧૯ ના રોજ વહેલી સવારે ત્રણેક વાગ્યાના અરસામાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સેલ કંપનીના પેટ્રોલ પંપની સામેના ભાગમાં એક્સિસ બેન્કના એટીએમને તોડવાનો પ્રયાસ આ શખ્સ દ્વારા કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી હથોડી, ટાંકણી, છરી જેવા હથિયારો મળી આવ્યા હતા આ શખ્સ દ્વારા એટીએમ મશીનને તોડવામાં આવ્યું હતું જોકે તેમાં રાખેલ રોકડ રકમની ચોરી તે કરી શક્યો ન હતો અને હાલમાં ધવલભાઇએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે આ ગુનામાં સીસીટીવી ફૂટેજો સહિતના પુરાવાઓને ધ્યાને લઈને પીઆઇ એમ.આર.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.પી.રાણા સહિતના સ્ટાફે મિલન પોપટભાઇ જાદવ (૨૮) રહે. કાલિકા પ્લોટ શેરી નંબર-૪ રવાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરેલ છે.

યુવાનનો આપઘાત

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ સામે વેજીટેબલ રોડ ઉપર ભીમસરમાં રહેતા નાનજીભાઈ છનાભાઇ ચૌહાણ જાતે ભીલ નામના ૩૮ વર્ષીય યુવાનની શ્વાસની બીમારીની તેમજ માનસિક બીમારીની દવા ચાલુ હોય બીમારીઓથી કંટાળી જઈ તેણે ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નિપજયુ હતું.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાના જસમતપુર ગામે રહેતા રતનબેન ખુશાલભાઈ મોડીયા નામના ૭૦ વર્ષીય વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે કંકાવટી ગામે સબ ડિવિઝન નજીક તેઓ બાઈકમાંથી નીચે પડી જતા તેમને અત્રેની શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા.






Latest News