ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો
Breaking news
Morbi Today

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આગામી મંગળવારે મોરબીમાં: ભાવિ રોડ શો યોજાશે


SHARE







ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આગામી મંગળવારે મોરબીમાં: ભાવિ રોડ શો યોજાશે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આગામી સપ્તાહમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેઓ મોરબીના આંગણે પણ આવવાના છે જેથી કરીને મોરબીના માર્ગોને ટકાટક કરવા માટે થઈને હાલમાં તંત્ર દોડતું થઈ ગયું છે અને આગામી મંગળવારે મોરબીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાનો ભવ્ય રોડ સો યોજાશે

આગામી દિવસોમાં વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણી યોજાવવા જઈ રહી છે ત્યારે ૧૮૨ ના લક્ષ્યાંક સાથે ભાજપ મેદાને ઉતરવા માટે થઈને તૈયારીઓ કરી રહી છે જેના ભાગરૂપે જ્ઞાતિ, સમાજ અને સંગઠનો સાથે મીટીંગ અને મેળવડાઓ કરવામાં આવી રહ્યા છે દરમિયાન આગામી સપ્તાહમાં તા. ૨૦ અને ૨૧ ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ત્યારે રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને રેસકોસ મેદાન ખાતે ધારાસભ્યથી માંડીને મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ પ્રતિનિધિઓની હાજરીમાં સંમેલન યોજવાનું છે અને ત્યારબાદ જે.પી. નડ્ડા સાંજે ચારેક વાગ્યે મોરબીમાં પહોંચશે અને ત્યારબાદ મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી ભવ્ય રોડ સો યોજવાનો છે જેથી કરીને મોરબીના મુખ્ય માર્ગોને ટકાટક કરવા માટે થઈને હાલમાં તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે






Latest News