મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામ પાસેથી ૧૧ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







મોરબીના રફાળેશ્વર ગામ પાસેથી ૧૧ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ પાસેથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ૧૧ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૧૨૫  ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર ગામ નજીક સરોવર પાર્ટીકો હોટલની સામેના ભાગમાંથી પસાર થતા શખ્સને રોકીને પોલીસ ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ૧૧ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૪૧૨૫ ની કિંમત નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને હાલમાં આરોપી ભરતભાઈ કલાભાઈ રાઠોડ (૩૦) રહે મચ્છુનગર રફાળેશ્વર વાળો હોવાનું સામે આવ્યું છે.

દેશી દારૂ

હળવદ તાલુકાના જુના દેવડીયા ગામની સીમમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૩૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આ આથો અજય ઉર્ફે અજલો કિશોરભાઈ દેગામાં જાતે કોળી રહે. જુના દેવળિયા વાળાનો હોવાનું સામે આવતા તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. #morbitoday






Latest News