મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરની ગાત્રારાળનગર શાળાના નિવૃત્તિ શિક્ષીકાનો વિદાય સમારોહ યોજાયો: નિવૃતિ પછી કરી સેવાની જાહેરાત


SHARE







વાંકાનેરની ગાત્રારાળનગર શાળાના નિવૃત્તિ શિક્ષીકાનો વિદાય સમારોહ યોજાયો: નિવૃતિ પછી કરી સેવાની જાહેરાત

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલા સિંધાવદર ગામે ગાત્રાળનગરમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષિકા કનકલતાબેન ગોસ્વામી વય મર્યાદાને લીધે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહની સાથે શાળા ટિવીંનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ સિંધાવદરના સામાજિક અને રાજકીય આદેવાન યુસુફભાઈ શેરસીયા, પૂર્વ સરપંચ ઇસ્માઈલભાઈ પરાસરા, એસએમસીના અધ્યક્ષ અને ગ્રામ પંચાયત સભ્ય સહીતનાઓ હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં નિવૃત્ત થતા કનકલતાબેનનું સન્માન કરી ભેટ આપીને નિવૃત જીવન સુખમય અને તંદુરસ્તી સાથે વિતે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથોસાથ ગત્રારાળનગર શાળાના પૂર્વ શિક્ષક રજાકભાઈને તાજેતરમાં બેસ્ટ શિક્ષકનો એવોર્ડ મળેલ હોય તે બદલ તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિદાય લેતા કનકલતાબેન ગોસ્વામીએ તમામ શિક્ષકો અને આગેવાનો આભાર વ્યક્ત કરીને કહ્યું હતું કે શાળામાં મેં પાંચ વર્ષ સુધી પગાર લઈને નોકરી કરી છે, પરંતુ હવે નિવૃત્તિ બાદ છ મહિના સુધી હું ફ્રી સેવા આપીશ.તેવી જાહેરાત કરી હતી.આ જાહેરાતને હાજર રહેલ તમામ લોકોએ વધાવી લીધી હતી






Latest News