મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના ઊંચી માંડલ પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત

મોરબીના ઊંચી માંડલ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમ્યાન યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે માટે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી હળવદ રોડ ઉપર આવેલું ઊંચી માંડલ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મીત લલિતભાઈ ફેફર (૧૮) રહે. ઉમા રેસીડેન્સી વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને અકસ્માતના આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર કોહીનુર ચોકડી પાસે બાઈકમાંથી પડી જતા જેરામભાઈ છગનભાઈ ઝાલરીયા (૭૦) ક્રિષ્ના સ્કૂલ સામે રવાપર રોડ વાળાને ઈજા થયો હોવાથી મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અને અકસ્માતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

ફીનાઇલ પી ગયો

મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતો મયુર ગોપાલભાઈ રાઠોડ (ઉંમર ૨૨૦ નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ફીનાઇલ પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે




Latest News