મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભાવિ પતિએ કામ ઉપર હોય ત્યારે ફોનમાં વાત કરવાની ના કહેતા યુવતીએ કર્યો આપઘાત


SHARE











મોરબીમાં ભાવિ પતિએ કામ ઉપર હોય ત્યારે ફોનમાં વાત કરવાની ના કહેતા યુવતીએ કર્યો આપઘાત

મોરબીના લાઇન્સનગરમાં રહેતી યુવતીની સગાઈ થઈ ગયેલ હોય તેના ભાવિ પતિ કામ ઉપર હોય ત્યારે ફોન ન કરવા માટે કહ્યું હતું જેથી યુવતીને લાગી આવતા તેણે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સતનામ એપાર્ટમેન્ટની પાછળના ભાગમાં લાયન્સનગરમાં રહેતા પારૂલબેન પીતાંબરભાઈ ધંધુકિયા (૨૧) નામની યુવતીએ પોતાના ઘરની અંદર કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને હાલમાં આપઘાતના બનાવની તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.ડી.મેતા ચલાવી રહ્યા છે અને તેઓની પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવતીની સગાઈ થઈ ગઈ હતી અને તેના ભાવિ પતિએ કામ ઉપર હોય ત્યારે ફોન નહીં કરવા માટે કહ્યું હતું જેથી તેને લાગી આવતા યુવતીએ આપઘાત કરી લીધો હોવાનું તેના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું છે.

ફીનાલપી લેતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર લાઇસન્સનગર વિસ્તારમાં હાલ માવતરને ત્યાં રહેતા અને મૂળ મોટા દહીંસરાના રહેવાસી નિરાલીબેન વસંતભાઈ રાઠોડ નામની ૨૯ વર્ષની મહિલા કે જેનો લગ્નગાળો નવ વર્ષનો છે તેણીએ તેના માવતરને ત્યાં ફીનાઇલ પી લીધું હતું.જેથી કરીને તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા હાલ બનાવને પગલે બી ડિવિઝન પોલીસમાં એએસઆઈ વી.ડી.મેતા દ્વારા તપાસ કરવામાં આવેલ છે.જ્યારે મોરબી જિલ્લાના હળવદ ખાતે આવેલ નવા પોલીસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા હંસાબેન નારણભાઈ લકુમ નામના ૫૦ વર્ષીય આધેડ મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને વાડીએથી પરત ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં તેઓ નિચે પડી જતા ઈજાઓ થવાથી શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News