મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને કચ્છના સાંસદ વિનોદભાઈ ની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી મોરબીના ન્યુ ચંદ્રનગરમાં શ્રીમદ્ સપ્તાહમાં શિવજી વિવાહનો પ્રસંગ ઉજવાયો વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે ગળેફાંસો ખાઈ જતા પરણીતાનું મોત


SHARE











મોરબીના મકનસર ગામે ગળેફાંસો ખાઈ જતા પરણીતાનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા મકનસર ગામે રહેતા પરિણીતા કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ જતા તેનું મોત નીપજયું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલે ખસેડાયો હતો અને બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે 

મોરબી તાલુકા પોલીસ સુત્રો માંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ મકનસર ગામે ભક્તિનગર વિસ્તારમાં રહેતા પૂનમબેન બેચરભાઈ દેત્રોજા નામની ૨૦ વર્ષીય પરિણીતાએ તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલ ખસેડવામાં આવતા તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ વીજી જેઠવા અને રાઇટર ફતેસિંહ દ્વારા બનાવની નોંધ કરીને બનાવના કારણ અંગે આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપરની ઓરસન કંપનીમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવવામાં ઇજાગ્રસ્ત થયેલા નરોતમભાઈ રતનભાઇ નામના ૨૬ વર્ષે યુવાનને ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલે આજે વહેલી સવારે ૪ વાગે ખસેડવામાં આવ્યો હોવાનું તાલુકા પોલીસે જણાવેલ છે હાલ બનાવ સંદર્ભે જશપાલસિંહ તપાસ ચલાવી રહ્યા છે જ્યારે મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા જયાબેન વિનોદભાઈ વિકાણી નામની મહિલા ભૂલથી તેના ઘેર રાત્રીના એકાદ વાગે ફિનાઈલ પી જતા તેને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

 






Latest News