મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં મેસેજ કરવાની બાબતે મારા મારીના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં મેસેજ કરવાની બાબતે મારા મારીના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે યદુનંદન-૧ માં દૂધની ડેરી પાસે ભાઈ અને મિત્ર સાથે ઉભેલા યુવાન પાસે ત્રણ શખ્સો આવ્યા હતા અને મારા ભત્રીજાની પત્નીને કેમ વ્હોટ્સએપમાં મેસેજ કરે છે તેવું કહીને તેને લોખંડના પાઇપ અને ધોકા વડે યુવાનને મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જે ગુનામાં પોલીસે વધુ બે  આરોપીની ધરપકડ કરી છે

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતો હિતેશભાઈ ઉર્ફે હેમંતભાઈ ધીરાભાઈ ભૂંભારિયા જાતે રબારી મોરબીના સનાળા રોડ ઉપર આવેલ યદુનંદન-૧ માં મોમાઈ દૂધની ડેરી પાસે તેના ભાઈ આશિષભાઈ અને દીપકસિંહ સાથે થોડા દિવસો પહેલા ઊભો હતો ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડ, કમલેશભાઈ હમીરભાઇ રાઠોડ રહે બંને મકનસર અને સુરેશભાઈ આ ત્રણ શખ્સો આવ્યા હતા અને ત્યારે વજાભાઈ રાજાભાઈ રાઠોડએ હિતેશને “કેમ મારા ભત્રીજાની પત્નીને મોબાઇલમાં વ્હોટ્સએપમાં મેસેજ કરે છે” તેવું કહીને વજાભાઈએ લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને કમલેશભાઈ તેમજ સુરેશભાઈએ લાકડાના ધોકા વડે તેને માર માર્યો હતો તેમજ કમલેશભાઈએ હિતેશભાઈ ભૂંભારિયાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જેથી હિતેશભાઈએ સારવાર લીધા બાદ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ અનિલ ઉર્ફે કમલેશભાઈ હમીરભાઇ રાઠોડની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે વજાભાઈ રાજાભાઈ રાઠોડ જાતે રબારી (૩૮) રહે ગોકુળ નગર મોરબી અને સુરેશભાઈદિનેશભાઇ માંજુસા જાતે કોળી (૨૬) રહે, ત્રાજપર વાળાની ધરપકડ કરેલ છે




Latest News