મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી રોડે કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આંતક મચાવનારા બે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના પીપળી રોડે કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આંતક મચાવનારા બે કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ સ્પેન્ટાગોન કારખાનામાં કોન્ટ્રાક્ટરને હિસાબ કરી છૂટો કરી દેવામાં આવ્યો હતો જેથી કરીને કોન્ટ્રાક્ટર કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આવ્યો હતો અને કારખાનાના માલિકને માર માર્યો હતો જેથી કરીને મોરબી સિરમાઈક એસો.ના પ્રમુખ સહિતના આગેવાનોએ પોલીસ સ્ટેહસને જઈને આકરા પગલાં લેવાની માંગ કરી હતી જેથી કરીને હાલમાં ઇજાગ્રસ્ત કારખાનેદારના ભાઈની ફરિયાદ લઈને પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે

મોરબીના પીપળી રોડે આવેલ સ્પેન્ટાગોન સિરામિક કારખાનામાં કોન્ટ્રાકટ રાખનાર કોન્ટ્રાક્ટર રણબીરસિંગ જાટ અને યોગેન્દ્રસિંગ જાટ રહે. રંગપર એંટીકા સિરામિક વાળાને કારખાનામાંથી છૂટા કરી દેવામાં આવ્યા હતા જેનો રોષે રાખીને કોન્ટ્રાકટરે કારખાનામાં ખુલ્લી તલવાર સાથે આવીને શનિવારે સાંજે આંતક મચાવ્યો હતો અને કારખાનના સંચાલક પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાને માર માર્યો હતો. જેથી આસપાસના સિરામિક ઉદ્યોગકારો ત્યાં પહોચ્યા હતા અને ત્યાર બાદ તાલુકા પોલીસ સ્ટેશને જઈને આરોપીઓ સામે આકરા પગલાં લેવાની માંગ કરી હતી અને આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈને રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ પણ એસપીને કડક પગલા ભરવા સૂચના આપી હતી હાલમાં આ બનાવમાં મોરબીની શક્તિપાર્ક સોસાયટી અવની મેઇન રોડ ઉપર રહેતા પ્રકાશભાઇ નરભેરામભાઇ બારૈયા જાતે પટેલ (૩૨)ની ફરિયાદ લઈને પોલીસે રણદીપસિંગ જાટ તથા યોગેન્દ્રસીંગ જાટ રહે. બન્ને રંગપર ગામ એન્ટીકા સીરામીકની સામે વાળાની સામે આઇપીસી કલમ ૩૨૩, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News