મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે માથાકૂટ કરનારા સાથે સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા દરબાર, ભરવાડ અને પટેલ સમાજની માંગ


SHARE







મોરબીના રફાળેશ્વર ગામે સાંજના સમયે નજીવી વાતમાં મારા મરીનો બનાવ બન્યો હતો જેમાં બંને પક્ષના ચારથી પાંચ વ્યક્તિને ઇજા થયેલ હોવાથી તેને મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ત્યાર બાદ પટેલ, દરબાર અને ભરવાડ સમાજના લોકો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને રજુઆત કરવા માટે પહોચ્યા હતા અને સામે વાળાને પાસાની સજા કરવાની માંગ કરી હત

મોરબીના રફાળેશ્વર ગામે ઉમા મોટર વાળા દશરથભાઈ મકાસણા પાસે નશાની હાલતમાં આવેલા અજય નામનો શખ્સ દ્વારા માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યારે બંને પક્ષના કુલ મળીને ચારથી પાંચ લોકોને કુહાડી, ધોકા વડે માર મારતા ઇજાઓ થયેલ છે જેથી કરીને આ બનાવમાં ઇજા પામેલા લોકોને મોરબી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમા દશરથભાઈ મકાસણા, નિલરાજસિહ બનેસિહ જાડેજા, અંતિમસિહ બનેસિહ જાડેજા અને નવઘણભાઇ ધારાભાઇ ભરવાડ ઇજા થયેલ હતી અને સામા પક્ષે પણ ઇજા થઇ હોવાથી તેને પણ સારવારમાં ખસેડાયા હતા ત્યારબાદ મોડી સાંજે પટેલ સમાજ, દરબાર સમાજ અને ભરવાડ સમાજના આગેવાનો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને સામેવાળાએ માથાકૂટ કરી હોય તેની સામે પાસાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ ત્રણેય સમાજના આગેવાનો સહિતના લોકો દ્વારા કરવામાં આવી હતી ​




Latest News