મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી-માળીયા આમ આદમી પાર્ટીના પંકજભાઈ રાણસરિયાને લોકો-વેપારી તરફથી અભૂતપૂર્વક આવકાર


SHARE







મોરબી-માળીયા આમ આદમી પાર્ટીના પંકજભાઈ રાણસરિયાને લોકો-વેપારી તરફથી અભૂતપૂર્વક આવકાર

મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી લોકોને પ્રાથમિક સુવિધાઓ તેમજ વ્યાપારિક એકમોને પ્રાધાન્ય આપવામાં અને લોકઉપયોગી સવલતો આપવામાં ભાજપ અને કોંગ્રેસ બંને જ્યારે નિષ્ફળ ગયાં છે ત્યારે લોકોમાં હાલ આશાનું કિરણ એક માત્ર આમ આદમી પાર્ટીનાના કાર્યો છે માટે તેને ઠેરઠેર આવકાર મળી રહ્યો છે મોરબીના એકસમયે અપક્ષમાં ઉભા રહીને કદાવર નેતાઓને હંફાવી દેનાર યુવા ઉદ્યોગપતિ પંકજભાઈ રાણસરિયા હાલમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને ગ્રામ્ય વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે રંગપર, બેલા, અમરેલી, ધરમપુર, ટીબડી, તરાવીયા સનાળા તેમજ ચાંચાવદરડા સહિતના ગામોમાંથી ૫૦૦થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આગામી સમયમાં મોરબી માળિયાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વધુને વધુ જનસમર્થન મળે તે માટે પ્રવાસ ચાલુ જ છે હાલમાં ગામડાઓમાં એક જ અવાજ સાંભળવા મળે છે “પંકજભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ” ત્યારે મોરબી માળીયાને આ ચૂંટણીમાં મજબૂત વિકલ્પ મળે તેમાં શંકાને કોઈ સ્થાન નથી આ જનસમર્થન યાત્રામાં રાજુભાઈ, અશોકભાઈ, પંકજભાઈ, જેનિથભાઈ, જગદીશભાઈ, ગૌરવભાઈ અલ્પાબેન તેમજ હસીબેન સાહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા આવી જ રીતે મોરબીના પરાબજાર સહિતના વેપારી વિસ્તારમાં જનસંપર્ક કર્યો હતો ત્યારે પણ તેને અદભૂત આવકાર મળ્યો હતો અને ખાસ કરીને વેપારીઑ ભાજપ કે કોંગ્રેસના નેતા આવે તો એને કરેલા કામો વિશે પ્રશ્નો કરી જાકારો આપવો છે તેવું પંકજભાઈએ જણાવ્યુ છે






Latest News