મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના કવડિયામાં ઝેરી દવા પી ગયેલા મહિલાનું સારવારમાં મોત


SHARE







હળવદના કવડિયામાં ઝેરી દવા પી ગયેલા મહિલાનું સારવારમાં મોત

હળવદ તાલુકાના કવડિયા ગામે મહિલા ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતુ જેથી કરીને હાલમાં આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા દશરથસિંહ ડોડીયાના પત્ની ખમ્માબેન (ઉંમર ૩૯) કોઈ કારણોસર પોતાના ઘરે પેશકેટ નામની દવા પી ગયા હતા જેથી તેને ઝેરી અસર થઈ હોય પ્રાથમિક સારવાર માટે સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સદભાવના હોસ્પિટલે લઇ આવ્યા હતા જોકે સારવાર કારગત નહિ નિવડતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી આ બનાવની રાજકોટની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

યુવાનનું મોત

હળવદ તાલુકાના દીધડિયા ગામે રહેતા સુરેશભાઈ મગનભાઈ કાંજિયા જાતે કોળી (ઉંમર ૩૫) ત્રણ દિવસ પહેલા પોતાની વાડીએ જંતુનાશક દવાનો છંટકાવ કરવાનું કામ કરી રહ્યા હતા અને ત્યાર બાદ તે બીમાર થઈ જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત બીમાર હોય તેઓનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હળવદ તાલુકો પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News