મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં દેરાસર પાસે ભરાયેલ વરસાદી પાણીનો પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહે માથે ઊભા રહીને નિકાલ કરાવ્યો


SHARE











 

મોરબીમાં દેરાસર પાસે ભરાયેલ વરસાદી પાણીનો પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહે માથે ઊભા રહીને નિકાલ કરાવ્યો

 

મોરબીના વોર્ડ નં-૩ દેરાસર પાસે વરસ્દી પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને પર્યુષણ પર્વમાં જૈનો પરિવારોને દેરાસરમાં જવા આવવામાં તકલીફ પડતી હતી જેથી કરીને પાલિકાના ઉપપ્રમુખ દ્વારા પાલિકાની મશીનરીને કામે લગાડીને ત્યાંથી ગંદકીને તાત્કાલિક દૂર કરવામાં આવેલ છે જેથી કરીને જૈન સમાજના લોકોએ પાલિકાના પદાધિકારી અને અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો

 

મોરબીના વોર્ડ-૩ માં જૈન પરિવારો દેરાસરમાં ભગવાનનું પૂજન અર્ચન કરવા ન જય શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી કરીને આ અંગેના સમાચાર પ્રસિધ્ધ કરવામાં આવતાની સાથે જ પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા લોકોની હલાકીને દૂર કરવા માટે ત્યાં પાલિકાની મશીનરીને કામે લગાવવામાં આવી હતી અને વોર્ડ નં- ૩ માં વરસાદી પાણી ભરાયું હતું તેનો નિકાલ કરવામાં આવ્યો હતો અને જૈન સમાજના લોકોને ગંદકીમાંથી પસાર થઈને દેવ દર્શન માટે જવું પડે તેવી પરિસ્થિતિ હતી તેમાંથી હાલમાં લોકોને રાહત મળી ગયેલ છે જો કે, જૈન દેરાસર પાસેના મેદાનમાં વરસાદી પાણી ભરાવું અને તેમાં ગટરનું પાણી આવવું તે આજ કે કાળનો નહીં પરંતુ વર્ષો જૂનો પ્રશ્ન છે ત્યારે આ પ્રશ્નનો હંગામી ઉકેલ હાલમાં ભલે કરવામાં આવ્યો હોય પરંતુ ભવિષ્યમાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે કેમ કે, વરસાદ ગણતરીની કલાકોમાં પડે છે અને ત્યાર બાદ અઠવાડિયે કે પખવાડિયા સુધી ત્યાં વરસાદી પાણી ભરયેલું રહેતું હોય છે જેથી કરીને લોકોને ગંદકી વચ્ચેથી જ અવાર જવર કરવી પડતી હોય છે આ હકકીત છે. 

 

જોકે અરૂણોદયનગર વિસ્તારમાંથી જ આગળની અનેક સોસાયટીના વરસાદી પાણીનો નિકાલ મચ્છુ નદીમાં થતો હોવાના લીધે દર વર્ષે આ સમસ્યા સર્જાય છે માટે જે બે જગ્યાએથી વરસાદી પાણીના નિકાલ છે તે પૈકી એક જગ્યાએ પાણીનો ટાંકો બન્યો હોય તેની કમ્પાઉન્ડ વોલમાંથી યોગ્ય નિકાલ કરવામાં આવે અને ઉમાટાઉનશીપની દિવાલ પાસેના ગ્રાઉન્ડમાંથી વરસાદી પાણીના નિકાલની જગ્યા છે ત્યાં પણ પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તો જ આ પ્રશ્નનો કાયમા ઉકેલ આવે તેમ છે તેમ સ્થાનીકો જણાવી રહ્યા છે.






Latest News